ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર રેલવે ડિવિઝનની વિશેષ ટ્રેનો ફરીથી પાટા પર દોડશે

પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. રેલવે આગામી સૂચના સુધી ભાવનગર - કોચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ, પોરબંદર-કોચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ, પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ, મહુવા - બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ અને પોરબંદર – કોચુવેલી-પોરબંદર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

ભાવનગર ડિવિઝનની વિશેષ ટ્રેનો ફરીથી પાટા પર દોડશે
ભાવનગર ડિવિઝનની વિશેષ ટ્રેનો ફરીથી પાટા પર દોડશે

By

Published : Jun 22, 2021, 8:06 PM IST

  • ભાવનગર ડિવિઝનની 4 જોડીની વિશેષ ટ્રેનો ફરીથી પાટા પર દોડશે
  • પોરબંદર-કોચુવેલી સ્પેશિયલ ટ્રેનમાં પેન્ટ્રીકાર સુવિધા
  • પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા દ્વિ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પણ શરૂ

અમદાવાદ:મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ આગામી સૂચના સુધી ભાવનગર - કોચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ, પોરબંદર-કોચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ, પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ, મહુવા - બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ અને પોરબંદર – કોચુવેલી-પોરબંદર સ્પેશિયલ ટ્રેનો દૈનિક ચલાવવાનો નિર્ણય કર્યો છે. યાત્રિયોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા 4 જોડી વિશેષ ટ્રેનો ફરીથી ચલાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય: અમદાવાદથી મુંબઇ અને દિલ્હી વચ્ચે દૈનિક ટ્રેન શરૂ

  • ટ્રેન નંબર 09260 ભાવનગર - કોચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ આગામી તા .29 જૂન, 2021 (મંગળવાર) થી આગળની સૂચના સુધી ચાલશે અને ટ્રેન નંબર 09259 કોચુવેલી - ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ પણ 01 જુલાઈ, 2021 (ગુરુવાર) થી આગામી સૂચના સુધી ચાલશે.
  • ટ્રેન નંબર 09262 પોરબંદર-કોચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ તા .1 જુલાઇ, 2021 (ગુરુવાર) થી આગળની સૂચના સુધી ચાલશે અને ટ્રેન નંબર 09261 કોચુવેલી-પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ તા .4 જુલાઇ, 2021 (રવિવાર) થી આગળની સૂચના સુધી ચાલશે.
  • ટ્રેન નંબર 09263 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ (મંગળવાર અને શનિવાર) 29 મી જૂન, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે અને ટ્રેન નંબર 09264 દિલ્હી સરાઈ રોહિલા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ (સોમવાર અને ગુરુવાર) 01 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે.
  • ટ્રેન નંબર 09294 મહુવા - બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ (ગુરુવાર) 01મી જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે અને ટ્રેન નંબર 09293 બાંદ્રા-મહુવા સાપ્તાહિક સ્પેશિયલ (બુધવાર) 30 મી જૂન, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે.
  • ટ્રેન નંબર 09262/09261 પોરબંદર – કોચુવેલી-પોરબંદર સ્પેશિયલ ટ્રેનમાં ક્રમશઃ 01 જુલાઈ અને 04 જુલાઈ, 2021 થી એક પેન્ટ્રીકારની સુવિધા મળશે અને એક સ્લીપર કોચ ઘટાડવામાં આવશે, જેનાથી મુસાફરોને લાંબી મુસાફરીમાં કેટરિંગની સુવિધા મળશે. તેમ માશૂક અહમદ (વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક ભાવનગર પરા) એ એક યાદી મક જણાવ્યું છે.

આ પણ વાંચો:પોરબંદર-રાજકોટ અને ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે 12 જૂને બે વિશેષ ટ્રેનો શરૂ કરાઈ હતી

કોવિડ નિયમોનું થશે પાલન

ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસોની વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને જ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને SOPનું પાલન કરવા વિનંતી કરી છે.

ABOUT THE AUTHOR

...view details