ભાવનગર: ગુજરાતમાં સાહિત્યકારો અને ગાયકકલાકારો (Singing Artist From Bhavnagar)ની આગવી ઓળખ છે. ગાયકકલાકાર દિવાળીબેન ભીલ બાદ વધુ એક ગાયકકલાકારભીલ સમાજ (Bhil Samaj Gujarat)નું ગૌરવ છે. આ ગાયકકલાકારે ગાયોનું છાણ એકઠું કર્યું, રીક્ષા ચલાવી અને લારી પર પણ બેસીને અંતમાં ગાયકકલાકારીમાં આગવી ઓળખ મેળવી છે.
જીતુ જેક્શને ગાયકકલાકારીમાં આગવી ઓળખ મેળવી. 14 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું
ભાવનગરમાં 1969માં ભીલ પરિવારમાં ચોથા ક્રમાંકના પુત્રનો જન્મ થયો. એ હતા જીતેન્દ્રભાઈ પોપટભાઈ ચુડાસમા જે ભીલ સમાજમાંથી આવે છે. જીતેન્દ્રભાઈ એટલે જીતુ જેક્શન. તેઓ જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમના પિતા પોપટભાઈનું નિધન થયું હતું. મોટા 3 ભાઈઓ અને માતાના સાનિધ્યમાં જીવનનો પ્રારંભ (Inspiration Story Of Singer) કર્યો. જીતુ જેક્શન ડાન્સર, રીક્ષા ચાલક અને બાદમાં સિંગર બન્યા હતા. જીતુ જેકશને જણાવ્યું હતું કે, પહેલા તેઓ ડાન્સર હતા. બાદમાં રીક્ષા ચલાવી અને પછી કારકિર્દી બનાવવા માટે સિંગિંગ ક્ષેત્રે પ્રારંભ કર્યો હતો. 1998થી 2000 વચ્ચે તેમણે સિંગિંગ કરવાની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો:Exclusive: "બચપન કા પ્યાર"ના મૂળ ગાયક 'ટિમલી કિંગ' કમલેશ બારોટ સાથે ખાસ વાતચીત...
છાણ એકઠું કર્યું, રીક્ષા ચલાવી,લારી પર પણ બેસ્યા
જીતુ જેક્શન રીક્ષા પણ ચલાવતા હતા. જીતુ જેક્સન 1987 આસપાસ આવેલી મિથુનની ફિલ્મો અને ડાન્સ (Mithun Chakraborty Films And Dance) જોઈ પ્રભાવિત થયા અને ડાન્સની શરૂઆત કરી. ડાન્સ શીખી જતા ફંક્શન અને સ્ટેજ શોમાં તે સમયે 50 રૂપિયામાં ડાન્સ કરતા હતા. જો કે ડાન્સ પહેલા તેઓ માતાને ગાયનું છાણ એકઠું કરાવતા. છાણમાંથી તેમની માતા છાણા બનાવતા જે વેચીને આર્થિક ઉપજ કરવામાં આવતી હતી. જીતુભાઈએ 2000ની સાલ સુધી ડાન્સ કર્યો અને રીક્ષા પણ ચલાવી હતી. એ રીક્ષા આજે પણ તેમણે યાદગીરી રૂપે સાચવી રાખી છે.
તેમના માતા હાઈસ્કૂલની બહાર લારી ચલાવતા
ફંક્શન અને સ્ટેજ શોમાં 50 રૂપિયામાં ડાન્સ કરતા હતા. જીતુ જેક્શનના માતા કાશીબેન 1852થી શહેરની મુક્તાલક્ષી હાઈસ્કૂલ (muktalakshi high school bhavnagar) બહાર લારી રાખી તેમાં બાળકોને ગમતી ખાણીપીણીની ચીજો વેચતા હતા. માતાના આ કામમાં જીતુભાઇ ટેકો આપતા અને લારી પર બેસતા. જીતુ જેક્શને ડાન્સર, સિંગર, રીક્ષા ચાલક, મજૂરી અને લારીએ બેસવા જેવા કાર્યો કર્યા બાદ તમને એવું જરૂર લાગશે કે તેમનો અભ્યાસ શું હશે? જીતુ જેક્શને હિંદી ભાષામાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે સિગિંગની શરૂઆત ગરબાથી ગઢડા ગામે નવરાત્રીથી કરી હતી.
આ પણ વાંચો:Paresh Rawal Movies : પરેશ રાવલનું 40 વર્ષ બાદ ગુજરાતી ચલચિત્રમાં પુનરાગમન
તક્ષશિલા નામે શાળા ચલાવે છે
'બેટી બચાવો અભિયાન'માં લોકોને જાગૃત કરવા માટે 10 વર્ષથી ભારત ભ્રમણ કરી રહ્યા છે. 22 વર્ષથી સિગિંગ કરતા જીતુ જેક્શન (Jitu Jackson Bhavnagar) નામ તેમના ડાન્સથી પ્રભાવિત ચાહકોએ પાડ્યું હતું. જીતુ જેક્શનને હાલ એક પુત્રી છે જે નાની વયની છે. સમાજની બેટીઓ માટે પણ જીતુ જેક્શન આગળ આવ્યા છે. PM મોદીના 'બેટી બચાવો અભિયાન' (beti bachao abhiyan)માં લોકોને જાગૃત કરવા માટે 10 વર્ષથી ભારત ભ્રમણ કરી રહ્યા છે. ભીલ સમાજના ગાયક કલાકાર જીતુભાઇ તક્ષશિલા નામે એક શાળા પણ ચલાવે છે. નાનકડી શાળામાં કોરોનાકાળથી બાળકો નથી, પણ જીતુભાઇ તેને ચલાવી રહ્યા છે. જીતુભાઇ કહે છે સંઘર્ષ કરો એટલે જરૂર ઈશ્વર તમને આપે છે.