ગુજરાત

gujarat

ETV Bharat / city

On Hindu Calendar : દેશમાં પ્રથમ વખત બનશે હિન્દુઓ માટેનું કેલેન્ડર, ગુજરાતના આ વ્યક્તિનો રહેશે મોટો ફાળો... - ભારતમાં સરકાર માન્ય કેલેન્ડર

આઝાદી બાદ પ્રથમવાર કેન્દ્ર સરકાર તમામ હિન્દુઓ માટે એક કેલેન્ડર (Shridhar Panchang Bhavnagar) બનાવવા જઈ રહી છે. આ માટે ઉજ્જૈનમાં એક કોન્ફરન્સનું આયોજન કરવમાં આવ્યું છે. 300 માહનુભાવોની આ કોન્ફરન્સમાં ઉજ્જૈનમાં યોજાશે. આ કોન્ફરન્સમાં ભાવનગરના શ્રીધર પંચાગવાળાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

દેશમાં પ્રથમ વખત બનશે હિન્દુઓ માટેનું કેલેન્ડર, ગુજરાતના આ વ્યક્તિનો રહેશે મોટો ફાળો...
દેશમાં પ્રથમ વખત બનશે હિન્દુઓ માટેનું કેલેન્ડર, ગુજરાતના આ વ્યક્તિનો રહેશે મોટો ફાળો...

By

Published : Apr 19, 2022, 8:47 PM IST

Updated : Apr 19, 2022, 10:06 PM IST

ભાવનગર:આઝાદી બાદ કેન્દ્રની સરકાર દેશના દરેક રાજ્યના હિન્દુઓ માટે (One calendar for hindu In India)નું એક કેલેન્ડર બનાવવા જઇ રહી છે. આ માટેની કોન્ફરન્સ ઉજ્જૈનમાં થશે. આ કોન્ફરન્સમાં ભાવનગર શહેરના શ્રીધર પંચાગવાળા (Shridhar Panchang Bhavnagar)નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉજ્જૈનમાં 300 મહાનુભાવોની એક કોન્ફરન્સ (Conference In Ujjain)નું આયોજન કર્યું છે, જેમાં દેશનું એક કેલેન્ડર બને અને તેમાં દરેક તહેવારો એક સમયે આવે તે માટે મનોમંથન કરવામાં આવશે.

ભાવનગરના શ્રીધર પંચાંગવાળાને કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવ્યા.

ઉજ્જૈનમાં મળશે દેશના ખગોળશાસ્ત્રીઓ- આઝાદી બાદ દેશમાં માન્ય કેલેન્ડરો (calendars in india) કેટલાક છે. હિન્દુ કેલેન્ડર એક પણ માન્ય નથી, ત્યારે મોદી સરકારેહિન્દુઓ માટેનું દેશનું એક કેલેન્ડર બનાવવા તજવીજ હાથ ધરી છે.ઉજ્જૈનમાં દેશના બધા રાજ્યોના ખગોળશાસ્ત્રી (Astronomers In India) અને જ્યોતિષીઓ (Astrologers In Ujjain) એકત્રિત થશે જેમાં ગુજરાત તરફથી ભાવનગરના શ્રીધર પંચાંગવાળાનું નામ જાહેર થયું છે.

આ પણ વાંચો:Hindu Dharma Sammelan: વાપીમાં હિન્દુ ધર્મ સંમેલન યોજાયું, હિન્દુ જાગૃતિ માટે કરાયું આહવાન

દેશમાં એક હિન્દુ કેલેન્ડર-ભાવનગરના શ્રીધર પંચાંગવાળાને દેશના એક માત્ર બની રહેલા પંચાંગ માટેની કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. કેન્દ્રની સરકાર દેશમાં એક હિન્દુ કેલેન્ડર બનાવવા માંગે છે માટે આ વિષયના નિષ્ણાતો, ખગોળશાસ્ત્રીઓની એક કોન્ફરન્સનું આયોજન કર્યું છે જેમાં ભાવનગરના શ્રીધર પંચાંગવાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવું શ્રીધર પંચાંગના સંચાલક કિશનભાઈ જોશીએ જણાવ્યું હતું.

22 અને 23 એપ્રિલના કોન્ફરન્સનું આયોજન-ભાવનગરના શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં સરકાર માન્ય 33 કેલેન્ડરો (government approved calendar in india) છે જ્યારે તિથિ, વાર અને તહેવારોના હિન્દુઓના તહેવારોના એક પણ કેલેન્ડર સરકાર માન્ય નથી. કેન્દ્રની સરકાર 22 અને 23 એપ્રિલ 2022ના રોજ ઉજ્જૈનમાં દેશના શ્રેષ્ઠ ખગોળશાસ્ત્રીઓ, જ્યોતિષીઓની કોન્ફરન્સનું આયોજન કર્યું છે જેમાં દેશનું એક કેલેન્ડર (One Nation Calendar India) બનાવવા માટે દરેક પોતાનો મત રજૂ કરાશે.

આ પણ વાંચો:અદ્ભુતઃ સાબરકાંઠાના ઈડરની હેલી પ્રજાપતિને 200 વર્ષનું કેલેન્ડર છે મોઢે

આઝાદી બાદ પ્રથમ વખત પહેલ- ભાવનગરના શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ ઉજજૈનમાં યોજાનારી કોન્ફરન્સમાં જવાના છે. તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશમાં રાજ્ય પ્રમાણે કેલેન્ડરો (state wise calendar in india) છે. જેમ કે, રાજસ્થાન અને મારવાડમાં ચૈત્રથી ફાગણનો મહિનો છે. તો ગુજરાતમાં કારતકથી માહ મહિનાનું વર્ષ છે. ગુજરાતમાં સાંજે હોળી થાય છે તો અન્ય સ્થળે સમય બદલાઈ જાય છે. આમ મરાઠીમાં ગુડી પડવાથી વર્ષ શરૂ થાય છે. આ બધા તહેવારો વર્ષ માટે મનોમંથન કરીને સાચો સમય અને તિથિ આવે તેવી રીતે સમગ્ર દેશનું એક કેલેન્ડર બનાવવા મોદી સરકારે પહેલ કરી છે. દેશની આઝાદી બાદ પ્રથમ વખત કોઈ સરકાર આ પ્રકારની પહેલ કરી રહી છે.

Last Updated : Apr 19, 2022, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details