- શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારને આડે હાથ લીધી
- વાવાઝોડામાં નુકસાન બાદના સરકારના પગલાંની ટીકા કરી
- ખેડૂતોને શીખામણને બદલે સહાય આપવા કરી માગણી
ભાવનગરઃ કોઇ નિર્ધારિત કાર્યક્રમ વિના અચાનક ભાવનગર આવેલા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું કે આ સરકાર બંને ભાજપની મોટી મહામારી જેવી છે. વાવાઝોડાને કારણે હજુ કેટલાય ગામડા વીજળી વગર અને પાણી વગર ટળવળે છે. સરકાર જાહેરાતમાં આંબા કેમ વવાય તેની માહિતી આપી જાહેરાતમાં પૈસા બગડવાને બદલે ખેડૂતોને સહાય આપો. એક હજાર નહી પાંચ હજાર કરોડ આપો પણ મોટી મોટી વાતો ન કરો.વાઘેલાએ બંને સરકાર પર પ્રહાર કર્યા છે અને દરિયાકાંઠાના અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતાં.
આ પણ વાંચોઃ કોરાનાકાળમાં અનાથ બનેલા બાળકોના ડેટા કલેક્શનની કામગીરીનો આરંભ
શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે સરકારને બાનમાં લીધી છે. ખેડૂતોને હજુ ગામડાઓમાં વીજળી વાવાઝોડામાં ગયેલી મળી નથી. વડાપ્રધાન આવે તો તાત્કાલિક વીજ થાંભલા ઉભા થતા હોય તો આ જગતનો તાત છે જ્યાં એક હજાર નહીં પાંચ હજાર કરોડ ખર્ચીને તાત્કાલિક વીજળી સહિતની સુવિધા પુરી પાડવી જોઈએ. કોંગ્રેસની સરકારમાં લાફા મારીને એવી જાહેરાતો બતાવતા હતાં. આજે અમને ગરદન પકડવાનું મન થાય છે જાહેરાતોમાં પૈસા ખર્ચો નહી. ખેડૂતને ખબર જ છે આંબો કેમ વાવવો જોઈએ એટલે જાહેરાતમાં પૈસા બગાડ્યા વગર ખેડૂતને સહાય મળે તેવું કરો.
શંકરસિંહ વાઘેલાએ ક્યા ક્યા સ્થળની મુલાકાતે પહોંચ્યા
શંકરસિંહ ધારાસભ્ય સાથે જિલ્લાના અસરગ્રસ્ત ગામડાઓમાં મુલાકાતે રવાના થયાં હતાં. ગામડાઓમાં વીજળી મળી નથી. પાણીની સમસ્યા છે. ખેતીમાં નુકશાન વ્યાપક છે તેથી આર્થિક સહાય જરૂરી છે. દેવા માફ કરવાની ખૂબ જ જરૂર છે ત્યારે સરકાર જાહેરાતોમાં લાગી હોવાના આક્ષેપ કર્યા છે. ભાવનગરના મહુવા,તળાજા સહિત અમરેલી,જાફરાબાદ જેવા વિસ્તારમાં મુલાકાતે રવાના થયા હતાં. દક્ષિણ ગુજરાતમાં પણ તેઓ મુલાકાત લઈ આવ્યાં હોઇ હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીમાં જ્યાંથી વાવાઝોડું નુકશાન કરીને પસાર થયું છે તે વિસ્તારની મુલાકાતે પહોંચ્યાં છે.
ખેડૂતને શીખવાડવું બંધ કરી સહાય કરો અને વીજળી આપો- શંકરસિંહ
'આ બંને સરકાર જ મોટી મહામારી જેવી છે જાહેરાતથી આંબા કેમ વવાય ખેડૂતને નથી શીખવાડવું સહાય કરો અને વીજળી આપો' તેમ શંકરસિંહ વાઘેલાએ માગણી કરી છે.ભાવનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડામાં અનેક ગામોમાં ગયેલી વીજળી હજુ શરૂ થઈ નથી અને પાણીની પણ સમસ્યા યથાવત છે વાવાઝોડામાં જાહેરાતો કરીને માત્ર વાતો કરતી હોય તેમ સરકાર પર ભાવનગર આવેલા શંકરસિંહ વાઘેલાએ પ્રહાર કર્યા છે
ખેડૂતને શીખવાડવું બંધ કરી સહાય કરો અને વીજળી આપો- શંકરસિંહ