- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, કયાંક ઢાંકણા તૂટેલા તો કયાંક ગટરો ખુલ્લી
- ફરિયાદના આધારે ડ્રેનેજ વિભાગ નાખે છે ઢાંકણા 13 વોર્ડમાં
- દર વર્ષે 25 લાખ પ્રિ-મોન્સૂન કામગીરી (Pre Monsoon Work)માં ખર્ચ કરવા છતાં ક્યાંક હાલાકી
ભાવનગર: ભાવનગર શહેરમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને રસ્તા ઉપર ખુલ્લા ગટરના ઢાંકણાઓ ક્યાંક અકસ્માતને નોતરી રહ્યા હોય તેમ લાગે છે શહેરમાં પથરાયેલી ડ્રેનેજ લાઈનમાં આશરે 6,500 કરતા વધુ ઢાંકણાઓ આવેલા છે. ચોમાસામાં મહાનગરપાલિકા ડ્રેનેજને લઈને કેટલી સતર્ક છે. તેના માટે ETV bharatએ રિયાલિટી ચેક કરીને સ્થળ પર તપાસ કરતા ગટરના ઢાંકણા ક્યાંક ન હતા. તો ક્યાંક ઢાંકણા હોવા છતાં ગટરના મોઢામાં ઉભા કરી દેવામાં આવ્યા હતા. અધિકારીનું કહેવું છે કે, ફરિયાદ મળે તેમ ઢાંકણા બદલવામાં આવે છે.
ભાવનગરમાં રસ્તાઓ ઉપર અને ગલીઓમાં ગટરના ખુલ્લા ઢાંકણા
ભાવનગર મહાનગરપાલિકા હેઠળ સમગ્ર શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે છે અને ચોમાસા પહેલા ગટરના ઢાંકણાઓ,ગટર સાફ કરવી અને સ્ટ્રોમ લાઈનોને સાફ કરવા માટે આશરે 25 લાખનો ધુમાડો કરાય છે ત્યારે ETV bharat એ શહેરમાં ગટરના રસ્તા અને ગલીમાં ખુલ્લા ઢાંકણાને લઈને રિયાલિટી ચેક કર્યું હતું જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. લાખોના ધુમાડા બાદ કેટલાક દ્રશ્યો મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉભો જરૂર કરે છે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં સેક્ટર 5માં છેલ્લા એક અઠવાડિયાથી ગટરો ઉભરાવાની સમસ્યા
ETV bharat એ કર્યું કેટલાક વિસ્તારમાં રિયાલિટી ચેક અને શું આવ્યું સામે
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની પ્રિ-મોનસુન કામગીરી (Pre Monsoon Work)ને ચેક કરવા રિયાલિટી ચેક કર્યું હતું. સૌ પ્રથમ ETV bharat એ વિસ્તારમાં ગયું જ્યાં એકથી બે ઇંચમાં પાણીનો દરિયો થઈ જાય છે. હા વૈશાલી ટોકીઝ વિસ્તારમાં ચેક કરતા લાઈનમાં ત્રણ ડ્રેનેજના ઢાંકણા હતા તો ક્યાંક ન હતા. ઢાંકણા અડધા ખોલીને ફસાવી દેવામાં આવ્યા હતા તો ક્યાંક તૂટી ગયા હોવાથી એક તરફ મૂકી ગટર ખુલ્લી રાખવામાં આવી હતી. આ જ વિસ્તારમાં ઢીંચણ સુધીના પાણી ભરાય છે અને જો કોઈ તે તરફથી ચાલે તો જરૂર ખાબકે ગટરમાં તે નક્કી છે તેવી રીતે કેટલાક વિસ્તારમાં ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા હતા તેમાં દેસાઈનગર વિસ્તાર તો ક્યાંક ઢાંકણા નવા નાખેલા પણ જોવા મળ્યા હતા.