ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના ઘરગથ્થુ ઉપચાર કેન્દ્રમાં 50 વર્ષથી મફતમાં થાય છે પાટાપિંડી, નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળે છે ઔષધિ - ઘોઘા વર્તુળ મંડળ ભાવનગર

ભાવનગરમાં 1968માં શરૂ થયેલું ઘરગથ્થુ ઉપચાર કેન્દ્ર (Seva Samiti Bhavnagar) આજે પણ ગરીબો માટે આશીર્વાદરૂપ છે. આ ઘરગથ્થુ ઉપચાર કેન્દ્ર સવારે અને સાંજ બે બે કલાક માટે ખુલ્લું હોય છે. લોકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ઔષધિ આપવામાં આવે છે. રોજના 400થી 500 લોકો લાભ લે છે.

ભાવનગરના ઘરગથ્થુ ઉપચાર કેન્દ્રમાં 50 વર્ષથી મફતમાં થાય છે પાટાપિંડી
ભાવનગરના ઘરગથ્થુ ઉપચાર કેન્દ્રમાં 50 વર્ષથી મફતમાં થાય છે પાટાપિંડી

By

Published : Apr 4, 2022, 10:32 PM IST

ભાવનગર: ભાવનગર શહેરમાં આઝાદીના સમયમાં શરૂ થયેલા મંડળે 1968માં ઘરગથ્થુ ઉપચાર કેન્દ્ર(Home Remedies Center)ની શરૂઆત કરી હતી. ઘરગથ્થુ ઉપચાર માટેની તમામ ચીજો સેવા સમિતિમાં (Seva Samiti Bhavnagar)થી મળી રહે છે. 50 વર્ષથી આ સેવા સમિતિ સવારમાં 2 કલાક અને સાંજે 2 કલાક ચાલું (Seva Samiti Bhavnagar Timing) રહે છે. ભાવનગરમાં 1947માં ઘોઘા સર્કલ સંસ્કાર મંડળની સ્થાપના થઇ હતી અને બાદમાં ઘરગથ્થુ ઉપચાર કેન્દ્રની શરૂઆત કરાઈ હતી.

ભાવનગરમાં 1947માં ઘોઘા સર્કલ સંસ્કાર મંડળની સ્થાપના થઇ હતી.

ગરીબો માટે શરૂ કરવામાં આવ્યું હતું ઉપચાર કેન્દ્ર-ભાવનગરમાં 1947માં દેશ આઝાદ થયો ત્યારે એક ઘોઘા સર્કલ મંડળ (ghogha circle mandal bhavnagar)ની સ્થાપના થઇ હતી. મંડળની સ્થાપના બાદ ભક્તિભાઈ ભગવાનદાસ પારેખે 1968માં ઘરગથ્થુ ઉપચાર કેન્દ્રની સ્થાપના કરી હતી. ઘરગથ્થુ ઉપચાર કેન્દ્રની સ્થાપના ગરીબ લોકોને ધ્યાનમા રાખીને કરવામાં આવી હતી. આજે 60 વર્ષ બાદ પણ આ ઉપચાર કેન્દ્ર ચાલી રહ્યું છે. ભાવનગર રજવાડું પણ પ્રજા વત્સલ હતું, ત્યારે 'મારી પ્રજાનું કલ્યાણ થાજો' તેવી ભાવના રાખનારા મહારાજાની પ્રજામાં પછી સેવાભાવ ક્યાંથી ખૂટી પડે!

ઘરગથ્થુ ઉપચાર કેન્દ્રની સ્થાપના ગરીબ લોકોને ધ્યાનમા રાખીને કરવામાં આવી હતી

આ પણ વાંચો:Mid Day Meal In Bhavnagar : 56 શાળાઓમાં કોરોનાકાળમાં કઇ રીતે અને કેટલા રુપિયા ખર્ચાયાં જાણો છો?

નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ઔષધિ આપવામાં આવે છે- આપણા પૂર્વજો પહેલા ઘરમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ કે ડાયાબિટીસ (Home Remedies for Diabetes) જેવા રોગો માટે દવાઓ લેતા નહીં, પરંતુ ઘરમાં રહેલી ઔષધિઓ કે જે આપણા ભોજન અને ખાણીપીણી દરમિયાન ઉપયોગમાં લેવાતી હતી તેનો ઉપયોગ કરતા. આ ઔષધિઓ અહીં ઘરગથ્થુ ઉપચાર કેન્દ્રમાં નહિ નફો, નહિ નુકસાનના ધોરણે આપવામાં આવે છે.

આ પણ વાંચો:Sanskrit teachers in Bhavnagar: સંસ્કૃતના શિક્ષકોની ઘટ વચ્ચે ભાષાના શિક્ષકો શીખવશે ભગવતગીતા

મફતમાં પાટાપિંડી- ઘરગથ્થુ ઉપચાર કેન્દ્રમાં ગળો, હરડે કે પછી મેથી જેવી ફાંકી રાખવામાં આવે છે. આ સાથે માથામાં નાંખવાનું દેશી તેલ કે પછી ન્હાવાના આયુર્વેદ સાબુ જેવી ચીજો રાખવામાં આવે છે. આ સાથે નાની-મોટી ઈજા થઇ હોય તો તેની પાટાપિંડી મફતમાં કરવામાં આવે છે. રોજના 400થી 500 લોકો સેવા સમિતિનો લાભ લે છે.

ABOUT THE AUTHOR

...view details