ભાવનગરઃશહેરમાં એક નગર પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે (School negligence in Bhavnagar) આવી છે. અહીં શાળાના પટાંગણમાં પાણીનો અંડરગ્રાઉન્ડ ટાંકો આવેલો છે. જોકે, વિદ્યાર્થીઓ અહીં રમી રહ્યા હતા. તે જ સમયે ટાંકાનો સ્લેબ તૂટી પડતા એક બાળક (Water Tank slab broke in the Kendravarti School) ખાડામાં પડી ગયો હતો. જોકે, સદનસીબે તે બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને બચાવ્યો -શહેરમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાનો સ્લેબ તૂટ્યો (Water Tank slab broke in the Kendravarti School) અને એક વિદ્યાર્થી ખાબકતા બીજાએ હાથ આપીને બહાર કાઢી લીધો હતો. બનાવ બાદ શિક્ષણ સમિતિ હરકતમાં આવી અને આચાર્ય પાસે ખૂલાસો માગ્યો છે. તો આ તરફ પ્રશ્ન એ છે કે, આવા ટાંકા કેટલા અને તેની કાળજી શું લેવાય છે?
ક્યાં શાળામાં પાણીનો ટાંકાનો સ્લેબ તૂટયો અને પછી શું -ભાવનગરની શાળાઓ શરૂ થઈ છે. ત્યારે ભરતનગરમાં આવેલી કેન્દ્રવર્તી શાળામાં (School negligence in Bhavnagar) બપોરના સમયે રિસેસના સમયે બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન મેદાનમાં અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકા પર વિદ્યાર્થીઓ દોડાદોડી કરતા હતા. ત્યારે અચાનક જ ટાંકાનો સ્લેબ (Water Tank slab broke in the Kendravarti School) તૂટ્યો અને એક વિદ્યાર્થી તેમાં ખાબક્યો અને લટકાઈ ગયો. જ્યારે તેની આગળ રહેલા વિદ્યાર્થીએ સમયસૂચકતા વાપરીને તરત તેને હાથ આપી બહાર ખેંચી લીધો હતો. જોકે, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. બનાવ બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.