ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં બીજી વખત હવન થેરાપીથી કરાયું સેનિટાઇઝ, કોરોનાને મ્હાત આપવા ઉદાહરણ ઉભું કરાયુ - havan therapy in bahvnagar

ભાવનગરમાં ડોકટર ઓમ ત્રિવેદીએ કોરોના કાળમાં પ્રથમ હવન થેરાપી એટલે હવનના થતા ધુમાડા દ્વારા સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. સિન્ધુનગર વિસ્તારમાં કરાયા બાદ ફરી મહાનગરપાલિકામાં સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. શહેરમાં કોરોના કેસ હજુ પણ 20થી વધુ આવી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાની ટીમ પણ મેદાનમાં છે. એવામાં મહાનગરપાલિકામાં પણ કોરોના કેસ આવ્યા છે આશરે 50થી વધુ કેસો આવી ચુક્યા છે ત્યારે ડો.ઓમ ત્રિવેદીએ મહાનગરપાલિકાની બિલ્ડીંગમાં હવન થેરાપીનો ઉપયોગ કર્યો હતો.

ભાવનગરમાં બીજી વખત હવન થેરાપીથી કરાયું સેનિટાઇઝ,
ભાવનગરમાં બીજી વખત હવન થેરાપીથી કરાયું સેનિટાઇઝ,

By

Published : Dec 16, 2020, 10:36 PM IST

  • શું છે હવન થેરાપી ?
  • મહાનગરપાલિકામાં શા માટે કરવામાં આવી હવન થેરાપી
  • હવન થેરાપીથી સેનિટાઈઝ કર્યા બાદ એક પણ કેસ નથી નોંધાયો

ભાવનગરઃ શહેરમાં ડોકટર ઓમ ત્રિવેદીએ કોરોના કાળમાં પ્રથમ હવન થેરાપી એટલે હવનના થતા ધુમાડા દ્વારા સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. સિંધુનગર વિસ્તારમાં કરાયા બાદ ફરી મહાનગરપાલિકામાં સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. શહેરમાં કોરોના કેસ હજુ પણ 20થી વધુ આવી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાની ટીમ પણ મેદાનમાં છે. એવામાં મહાનગરપાલિકામાં પણ કોરોના કેસ આવ્યા છે આશરે 50થી વધુ કેસો આવી ચુક્યા છે ત્યારે ડો.ઓમ ત્રિવેદીએ મહાનગરપાલિકાની બિલ્ડીંગમાં હવન થેરાપીનો ઉપયોગ કર્યો હતો.

ભાવનગરમાં બીજી વખત હવન થેરાપીથી કરાયું સેનિટાઇઝ,
શું છે હવન થેરાપી ?

ભાવનગર શહેરમાં હવન થેરાપી એટલે કે હિંદુ ધર્મમાં વેદોમાં હવનને ખુબ જ સાત્વિક અને ઔષધીય માનવામાં આવે છે. દેવી દેવતાઓને પ્રસન્ન કરવા સાથે હવન મનુષ્ય માટે પણ ખુબ જ આરોગ્યની દ્રષ્ટીએ ઉપયોગી માનવામાં આવે છે. ત્યારે શહેરમાં ડો.ઓમ ત્રિવેદીએ યજ્ઞ થેરાપીનું મહત્વ સમજાવ્યું છે. ઓમ રોજ પોતાના ઘરમાં હવન કરે છે. મહાનગરપાલિકાના સિંધુનગર વિસ્તારમાં મોટા પાયે જાહેરમાં હવન કરીને કોરોના સામે મ્હાત આપવાનું ઉદાહરણ આપી ચુક્યા છે.

ભાવનગરમાં બીજી વખત હવન થેરાપીથી કરાયું સેનિટાઇઝ,
મહાનગરપાલિકામાં શા માટે કરવામાં આવી હવન થેરાપી

મહાનગરપાલિકામાં કોરોના કાળમાં 50 ટકા કર્મચારીઓને ઓડ-ઈવન સિસ્ટમ મુજબ બોલાવવામાં આવતા હતા. બાદમાં અનલોકમાં દરેક કર્મચારીઓ સમયસર આવતા અને જનજીવન રાબેતા મુજબ થયા બાદ મહાનગરપાલિકામાં પણ કોરોના કેસનો પગ પેસારો થયો હતો. તેમજ માસ્ક ટીમ બન્યા બાદ પણ માસ્કની ટીમના સભ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેથી ડો ઓમ ત્રિવેદીએ પોતાના સાથી મિત્રો સાથે વિવિધ ઔષધિઓ હવનમાં હોમવામાં આવતી હોય છે. તેથી મહાનગરપાલિકાની કચેરીમાં હવન કરવામાં આવ્યું હતુ. ચાર માળની બિલ્ડીંગમાં દરેક માળમાં હવન કરાયુ હતુ.

હવન થેરાપીથી સેનિટાઈઝ કર્યા બાદ એક પણ કેસ નથી નોંધાયો

આમ કોરોનાથી મનપાના કર્મચારીઓ અને આવતા અરજદારો કોરોના મુક્ત રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની દરેક ઓફીસ અને રૂમમાં હવન કરવામાં આવ્યુ હતુ. હવન એ સેનિટાઈઝ કરવાની પૌરાણિક પદ્ધતિથી બીજી વખત સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આ મામલે ડો.ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પહેલી વખત જ્યાં સિંધુનગરમાં 15 જેટલા કેસો સામે આવતા હતા. ત્યાં હવન થેરાપીથી સેનિટાઈઝ કર્યા બાદ ત્યાં એક પણ કેસ આવ્યો નથી જે સફળતાની નિશાની કહી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details