ગુજરાત

gujarat

ETV Bharat / city

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ મહિને ડુંગળીની 18 લાખ ગુણીની આવક

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે જાન્યુઆરી મહિનામાં લાલ અને સફેદ ડુંગળીની 18 લાખ જેટલી આવક થઈ હતી. આથી યાર્ડના સંચાલકો સબ યાર્ડ બનાવી ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે. ગયા વર્ષે ખેડૂતોને ભારે વરસાદના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આ વર્ષે નિકાસ પર છૂટ મળતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે નિકાસ થવી જોઈએ એ પ્રમાણે હજી બહારના રાજ્યોમાં નિકાસ જોવા મળી રહી નથી.

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ મહિને ડુંગળીની 18 લાખ ગુણીની આવક
ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ મહિને ડુંગળીની 18 લાખ ગુણીની આવક

By

Published : Feb 5, 2021, 1:41 PM IST

  • ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સારી આવક
  • જાન્યુઆરી માસમાં લાલ અને સફેદ ડુંગળીની 18 લાખ ગુણીની આવક
  • આ વર્ષે નિકાસ પર છૂટ મળતાં ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહ્યાં છે
  • ડુંગળીની સારી આવકથી મહુવામાં સબ યાર્ડ બનાવી ડુંગળીનું વેચાણ કરાઈ રહ્યું છે

ભાવનગરઃ જિલ્લામાં ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે જાન્યુઆરી માસ દરમિયાન ડુંગળીની 18 લાખ જેટલી આવક થઈ હતી. સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવતા લાલ તેમ જ સફેદ ડુંગળીની સારી એવી આવક જોવા મળી રહી છે. આથી મહુવા યાર્ડ ખાતે 18 લાખ લાલ અને સફેદ ડુંગળીની આવક થતા યાર્ડ ડુંગળીથી ભરાઈ ગયું હતું.

વધુ ડુંગળી ઉતરતા સબ યાર્ડની વ્યવસ્થા કરાઈ

યાર્ડ સંચાલકોએ ડુંગળીના વેચાણ તેમ જ વધુ ડુંગળી ઉતારવા સબ યાર્ડની વ્યસ્થા કરી ડુંગળી નિકાસ કરી રહી છે. જોકે, ગયા વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને ડુંગળીના પાકમાં નુકસાન થતા મોટી નુકસાની વેઠવી પડી હતી.

જાન્યુઆરી માસમાં લાલ અને સફેદ ડુંગળીની 18 લાખ ગુણીની આવક

સરકારે નિકાસ પર પ્રતિબંધ હટાવતા અન્ય રાજ્યના ખેડૂતોને પણ સારા ભાવે ડુંગળી વેચવામાં આવે છે

સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધીને કારણે પણ ખેડૂતો ડુંગળી વેચી શકતા ન હતા, જે બાદ સરકારે નિકાસ પરનો પ્રતિબંધ હટાવતા ડુંગળી અન્ય રાજ્યોમાં ખેડૂતો દ્વારા વેચવાથી સારા ભાવ મળી રહ્યા છે.

ડુંગળીની સારી આવકથી મહુવામાં સબ યાર્ડ બનાવી ડુંગળીનું વેચાણ કરાઈ રહ્યું છે
'ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહ્યાં છે'
આ વર્ષે નિકાસ પર છૂટ મળતાં ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહ્યાં છે

મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર છૂટ મળતા ખેડૂતો દ્વારા ખેતરમાંથી સીધા જ ડુંગળી લાવી યાર્ડ ખાતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને ડુંગળીના સારા ભાવ પણ મળી રહ્યા છે. તેમ છતા પણ જે રીતે અન્ય રાજ્યોમાં ડુંગળીની નિકાસ થવી જોઈએ તે પ્રમાણે થઈ રહી નથી.

ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સારી આવક

ABOUT THE AUTHOR

...view details