ભાવનગર : શહેરમાં શિક્ષિત બેરોજગાર સંગઠનએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આગામી દિવસોમાં થનાર મહા આંદોલનને પગલે આવેદનપત્ર આપ્યું છે સરકારએ 1/8/2018 ના GR ને પગલે અન્ય ભરતી પ્રક્રિયા થંભાવી દીધી છે. જે પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રહેવાનું છે.આગામી દિવસોમાં ધરણા સહિતના કાર્યક્રમો સાથે આંદોલન શરૂ થશે અને તેમાં દરેક પ્રકારના વ્યક્તિઓ ભરતી પ્રક્રિયાની પરીક્ષાની તૈયારી કરનારનો એક મંચ પર સમાવેશ કરવામાં આવશે.
ભાવનગરમાં શિક્ષિત બેરોજગાર સંગઠનની 2018ના GRના પગલે થોભી દેવાયેલી પરીક્ષા લેવા માંગ - bhavnagarnews
ગુજરાતમાં 1/8/2018 GR ને પગલે પછીની આવતી પરીક્ષાઓ રોકી દેવામાં આવી છે. આ પરીક્ષાઓ ઝડપથી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે પરીક્ષાઓ લેવામાં આવે એ માટે રાજ્ય કક્ષાએ મહા આંદોલનની તૈયારીઓ થઈ રહી છે જેને પગલે શિક્ષિત બેરોજગાર સંગઠનએ આવેદનપત્ર આપ્યું હતું.
etv bharat
GR ને પગલે અટવાયેલી પરીક્ષામાં જોઈએ તો બિન સચિવાલય ક્લાર્ક, TAT શિક્ષક સહાયક, TET વિદ્યા સહાયક,ફોરેસ્ટ,તલાટી મંત્રી જેવી પરીક્ષાઓ અટકેલી છે. જેને પગલે શિક્ષિત બેરોજગાર સંગઠને આમ આદમી પાર્ટી સાથે રહીને અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.