ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં 69.88 ટકા વેક્સિનેશન: ગર્ભવતી મહિલાઓ સહિત વેક્સિન લેનારાઓ માટેની વ્યવસ્થાનું રિયાલિટી ચેક - vaccination in Bhavnagar

ભાવનગર શહેરમાં 13 સેન્ટર પર વેક્સિનેશન ચાલુ છે વેક્સિન ખૂટવાથી વચ્ચે ડચકા ખાતા ખાતા વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં 4,54,826ના ટાર્ગેટ સામે મહાનગરપાલિકાએ 3,17,820 લોકોને વેક્સિન આપી દીધી છે. જેના કારણે કુલ ટકાવારી 69.88 ટકા થઈ છે. જોકે, યુવા વર્ગમાં માત્ર 50 ટકા વેક્સિનેશન પ્રથમ ડોઝમાં થયું છે. આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિનેશનની શું વ્યવસ્થા છે તેની તપાસ માટે ETV Bharatએ રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

રિયાલિટી ચેક
રિયાલિટી ચેક

By

Published : Aug 6, 2021, 7:08 PM IST

  • ભાવનગર શહેરમાં કુલ વેક્સિનેશન 69.88 ટકા નોંધાયું
  • સૌથી વધુ વેક્સિનેશન 45 વર્ષથી વધુની વયના લોકોમાં
  • ETV Bharatએ વેક્સિનેશન સેન્ટરો પર કર્યું રિયાલિટી ચેક

ભાવનગર: શહેરમાં વેક્સિનેશન હાલમાં મંદ ગતિએ ચાલી રહ્યું છે. કારણ કે, સમયસર વેક્સિન ઉપલબ્ધ થતી નથી. ત્યારે ETV Bharatએ વેક્સિન સેન્ટર પર રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ગર્ભવતી મહિલાઓ માટેની વ્યવસ્થાઓ શું છે? તેનો આશ્ચર્યજનક જવાબ આરોગ્ય કેન્દ્ર પરથી મળ્યો હતો.

ગર્ભવતી મહિલાઓ સહિત વેક્સિન લેનારાઓ માટેની વ્યવસ્થાનું રિયાલિટી ચેક

આરોગ્ય સેન્ટર પર વેક્સિનેશનને લઈને રિયાલિટી ચેક

ભાવનગરમાં હાલ 13 સેન્ટરો પર વેક્સિનેશન પ્રક્રિયા શરૂ છે. ભાવનગરના મુખ્ય બજારમાં વિકાસ વર્તુળ નીચે આવેલા આરોગ્ય કેન્દ્ર પર ETV Bharat દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. વેક્સિન લેવા આવનાર લાઈનમાં ઉભા રહેતા હતા. વેક્સિન લીધા બાદ બેસવા માટે ખુરશીઓ પણ રાખવામાં આવેલી હતી. ETV Bharatએ જે હેતુથી રિયાલિટી ચેક કર્યું, તેના વિશે જવાબ સ્થાનિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ આપ્યો છે. વેક્સિન આપનારા મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે, તેમની હાજરીમાં હજુ સુધી કોઈ ગર્ભવતી મહિલા આવી નથી, પરંતુ અહીંયા વ્યવસ્થા બધા પ્રકારની છે. જોકે, આરોગ્ય વિભાગના અધિકારીના મતે શહેરમાં માત્ર 500 જેટલી ગર્ભવતી મહિલાઓએ વેક્સિન લીધી હશે, તેમ જણાવ્યું છે.

હાલમાં ભાવનગરમાં વેક્સિનેશનની સ્થિતી

ભાવનગર શહેરમાં જોઈએ તો વેક્સિનેશન માટે 45 વર્ષ ઉપરની ટકાવારી 74.59 થઇ છે. તેમાં બીજા ડોઝની ટકાવારી 44.57 ટકા થઈ છે. એટલે ટાર્ગેટ 1,69,284 માંથી પ્રથમ ડોઝ 1,26,263 લોકોએ લઈ લીધો છે. જ્યારે બીજો ડોઝ 75,454 લોકોએ લઈ લીધો છે. હવે 18 વર્ષ ઉપરની ટકાવારી 52.06 થઇ છે. તેમાં બીજા ડોઝની ટકાવારી 5.93 ટકા થઈ છે. એટલે ટાર્ગેટ 2,85,542 માંથી પ્રથમ ડોઝમાં 1,48,646 લોકોએ લઈ લીધો છે. જ્યારે બીજો ડોઝ 16940 લોકોએ લીધો છે. હવે સમગ્ર કુલ જોવા જઈએ તો ટકાવારી 68.88 થઇ છે. તેમાં બીજા ડોઝની ટકાવારી 28.05 ટકા થઈ છે. એટલે ટાર્ગેટ 4,54,826 માંથી પ્રથમ ડોઝ 3,17,820 લોકોએ લઈ લીધો છે. જ્યારે બીજો ડોઝ 1,27,563 લોકોએ લઈ લીધો છે.

ABOUT THE AUTHOR

...view details