ભાવનગરઃમાણસોની મિત્ર એટલે ગાય નહિ કે સ્વાન નહિ પણ ચકલી પણ છે. ચકલી દરેક ઘરમાં (World Sparrow Day)માળો કરીને તેના મધુર અવાજથી દરેક માણસની ક્યાંક એકલતા દૂર કરવામાં પણ સહયોગી બને છે. કુદરતનો આ મેળાપ માનવ જાતિને ક્યાંક સમજાય છે તો ક્યાંક નથી સમજાતો. અમે તમને ચકલીની માં બનેલા એક વ્યક્તિ સાથે મેળવશું જે માં તરીકેની તેની બધી કાળજી રાખે છે. ETV Bharatની આ ખાસ કહાની વિશ્વ ચકલી દિવસે જાણવા જેવી છે.
ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર કરી આકાશમાં મુક્ત કરે -20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ ત્યારે અમે તમને ચકલીની માં કહો કે માતા કે પછી મિત્ર જે ચકલી માટે આશીર્વાદરૂપછે. જાણો આભાવનગર શહેરમાં પીરછલ્લામાં એક સામાન્ય પરિવારના અને ઇલેક્ટ્રિક કામ કરી પોતાની રોજીરોટી મેળવતા રાજુભાઈ ચૌહાણ પક્ષીપ્રેમી છે. રાજુભાઈ દરેક પ્રકારના આવતા ઇજાગ્રસ્ત (Chakli lover of Bhavnagar)પક્ષીઓને રાખે છે અને તેમની સારવાર કરી સ્વસ્થ કરીને તેમને ફરી ખુલ્લા આકાશમાં મુક્ત કરે છે. રાજુભાઈ ચકલીના બચ્ચાંની માં પણ બને છે કેમ તો જાણો. રાજુભાઈ પાસે ઘણા એવા ચકલીના બચ્ચા આવે છે જેઓ માળામાંથી પડી ગયા બાદ ત્યાં મુકવા શક્ય નથી હોતા કે માળા ક્યાં છે તેની ખબર નથી હોતી. આવા બચ્ચાઓને ઘઉંના લોટનું ઘોળું એટલે પાણી વાળું બનાવીને તેને ઇન્જેક્શનમાં રબબરની ટ્યુબ લગાવીને બચ્ચાઓને તેને માં ખવડાવે તેમ ખવડાવે છે. બચ્ચાઓ કિલકીલાટ વચ્ચે આ આહાર લે છે.
આ પણ વાંચોઃઘર ઘરના પક્ષીને બચાવવા માટે ઉજવાઈ છે 'વિશ્વ ચકલી દિવસ'
આજે શહેરોમાં ચકલીઓની સંખ્યા વધી -રાજુભાઈ ચૌહાણ 40 વર્ષથી પક્ષીઓની સેવા કરી રહ્યા છે. ચકલીઓની આવેલી જાગૃતિના પગલે આજે શહેરોમાં ચકલીઓની સંખ્યા વધી છે. ચકલીઓ માટે રાજુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ચકલીઓ આજે શહેરમાં કેટલાક વિસ્તારોમાં જ વધી રહી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ચકલીઓ નથી. આ ચકલીઓને દરેક વિસ્તારમાં વધારવા માટે દરેકે વ્યક્તિએ એક બાબતનું ધ્યાન રાખવું પડશે. ચકલીઓ હમેશા કાંટા વાળા વૃક્ષો હોઈ ત્યાં રહેવાનું પસંદ કરે છે. જે વિસ્તારમાં ચકલીઓ હોઈ ત્યાં કાંટા વાળા બાવળ, બોરડી અને ગુલાબ જેવા વૃક્ષો હોઈ છે. ચકલી વાળા આવા વિસ્તારમાં બાવળ, બોરડી અને ગુલાબ સહિતના કાંટા વાળા વૃક્ષો નહિ કાપવા જોઈએ. ચકલીઓના બચ્ચાઓને મોટા કરીને હું ચકલી વાળા વિસ્તારમાં છોડીને આઝાદ કરું છું.
માળા વિતરણ કરતા લોકોને સૂચન અને ઘરે ઘરે માળા અને શું આપવું જોઈ ભોજન -ચકલીઓ માણસોની મિત્ર છે. ચકલીએ એ ગ્રામ્ય વિસ્તારનું પક્ષી છે. આમ તો ચકલીના માળા વિતરણ કરનારાઓ ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરે તેવી અપીલ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં બાવળો અને બોરડી હોવાથી શિકારી પક્ષીઓથી ચકલી સુરક્ષા મેળવે છે. રાત્રે ચકલીઓ સદભાગ્યે માળામાં રહે છે કારણ કે તે કાંટા વાળા વૃક્ષમાં રાત ગુજારે છે. આ સિવાય ચકલીઓ ચોખા અને રોટલી, બાજરો માત્ર ખોરાકમાં આપવા જોઈએ. અન્ય ગાઠીયા જેવા ખોરાક ચકલીના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચોઃWorld Sparrow Day: સુરેન્દ્રનગરના યુવાનનું અનોખુ ચકલી બચાવો અભિયાન