ભાવનગર શહેર સહિત 6 તાલુકામાં પડ્યો સાર્વત્રિક વરસાદ, ખેતીના પાકને મળ્યું રક્ષણ - Pole of the system
ભાવનગર શહેર અને જિલ્લાના 6 તાલુકામાં ગત મોડી રાત્રે વરસાદ વરસવાને પગલે છ તાલુકામાં ઠંડક પ્રસરી ગઈ હતી તો શહેરવાસીઓને પણ રાહત મળી હતી. જો કે વરસાદના પગલે ફેલ થવાના આરે આવેલા પાકને રક્ષણ મળી ગયું છે અને ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે પરંતું આગામી દિવસોમાં વરસાદ વરસે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે
ભાવનગર શહેર સહિત 6 તાલુકામાં પડ્યો સાર્વત્રિક વરસાદ
By
Published : Jul 12, 2021, 7:10 PM IST
ભાવનગર જિલ્લામાં ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો
શહેરમાં એક ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક
ભાવનગર સહિત જિલ્લામાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો
ભાવનગર :શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રે ઉકળાટ વચ્ચે મેઘરાજાની સવારી નીકળી હતી. ભાવનગર શહેર અને આસપાસના તાલુકાઓમાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
ભાવનગરમાં અષાઢી બીજની પૂર્વ રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી. ભાવનગર શહેર અને 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેરમાં ગરમી અને ઉકળાટ વચ્ચે છેલ્લા એક માસથી લોકો ત્રાહિમામ છે, ત્યારે ગત રાત્રે આવેલા 12 MM વરસાદથી થોડી ગરમીમાં રાહત થઈ હતી. વરસાદી માહોલ અને શહેરમાં એક ઇંચ જેટલા વરસાદથી ઠંડક પ્રસરી ગઈ હતી.
ભાવનગર શહેર સહિત 6 તાલુકામાં પડ્યો સાર્વત્રિક વરસાદ
ખેડૂતોના પાકનો બચાવ થયો
ભાવનગર શહેર સહિત આસપાસના 6 તાલુકામાં 9 MMથી 12 MM વરસાદ નોંધાયો હતો. ખેડૂતોના ખેતરમાં પાક બળવાની કગાર પર હતા, તેને જીવતદાન મળી ગયું છે. આગામી દિવસોમાં વરસાદ વરસે તે જરૂરી ખેડૂતો માની રહ્યા છે, ત્યારે એક નજર 12 તારીખ સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકનો વરસાદ અને સિઝનનો તાલુકા પ્રમાણે વરસાદ નીચે મુજબ છે.