ગુજરાત

gujarat

ETV Bharat / city

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જૂઓ આકાશી અલૌકિક દ્રશ્ય - Water level in Shetrunji Dam

અમરેલી જૂનાગઢમાં સારા વરસાદના પગલે ભાવનગરનો નવા નીર આવતા શેત્રુંજી ડેમ (Shetrunji dam overflowing) ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 20 દરવાજા અને (rain in Bhavnagar) બાદમાં સવાર થતા 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા. તો બીજી તરફ કેટલાક ગામડાઓ એલર્ટ કરાયા હતા. Bhavnagar Shetrunji dam overflowing gates

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જૂઓ આકાશી અલૌકિક દ્રશ્ય
શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જૂઓ આકાશી અલૌકિક દ્રશ્ય

By

Published : Sep 15, 2022, 12:27 PM IST

ભાવનગરજિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થઈ (Shetrunji dam overflowing) ગયો હતો. સારા એવા વરસાદના પગલે પહેલા અડધા દરવાજા અને સવાર થતા બધા દરવાજા ડેમના ખોલવામાં આવ્યા હતા. ડેમ નીચે આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તો અમરેલી, જૂનાગઢ ઉપરવાસના વિસ્તારોમાં પાણીની આવકને પગલે નવા નીર આવ્યા હતા. ત્યારે ભાવનગરવાસીઓ માટે સવારમાં ઉઠતા આનંદની હેલી વહેતી થઈ હતી. (rain in Bhavnagar)

શેત્રુંજી ડેમ ઓવરફ્લો આનંદની હેલી, તો બીજી તરફ ગામડાઓ કરાયા એલર્ટ

ડેમની સ્થિતિ અને દરવાજા કેટલા ખુલ્યાસતત પડી રહેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો મોડી રાત્રે 2 કલાકે થયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં સતત ત્રણ દિવસથી પાણીની આવક શરૂ રહેતા ડેમ પૂર્ણ સપાટીએ 34 ફૂટ ભરાયો હતો અને બાદમાં ઓવરફલો થયો હતો. અડધી રાત્રે 2 કલાકે 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. 1 ફૂટ ઉપર દરવાજા ખોલાયા હતા.(Water level in Shetrunji Dam)

શેત્રુંજી ડેમ ઓવરફ્લો

સવારમાં 59 દરવાજા ખોલવામાં આવ્યામળતી માહિતી મુજબ ભાવનગરના શેત્રુંજી ડેમ પૂર્ણ સપાટીએ ભરાવાની સાથે રાત્રે 2 કલાકે દરવાજા ઉપરથી 1 ફૂટ 7 ઇંચ પાણી વહેતું હતું. જ્યારે વહેલી સવારમાં ડેમના તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સવારે 7 કલાકે ડેમમાં 9440 ક્યુસેક પાણીની આવક થતા 9440 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું.પરંતુ 8 કલાક બાદ આવક 15 હજાર ક્યુસેક ઉપર પહોંચી હતી. જો કે ગત રાત્રે પાણીની આવક 18 હજાર ક્યુસેક હોવાના પગલે ઓવરફ્લો થઈ ગયો હતો. વહેલી સવાર બાદ ફરી આવકમાં વધારો થયો હતો. (Shetrunji Dam Water revenue)

શેત્રુંજી ડેમ ઓવરફ્લો

ગામડાઓ મોડી રાત્રે એલર્ટ કરાયાપાલીતાણા શેત્રુંજી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં નાની રાજસ્થળી, લાખાવાડ માયધાર, મેઢા,ભેગાળી, દાંત્રડ, પિંગળી,સેવાલિયા, રોયલ ,મખાણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, સરતાનપર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 15440 ક્યુસેક પાણી સવારે 8 કલાક બાદ દરિયામાં વહેતુ કરવામાં આવી રહ્યું છે જ્યારે આવક 15 હજાર ક્યુસેક રહેવા પામી હતી જેથી 2 ફૂટ દરવાજા ખોલતા નીચાણવાળા ડેમના ગામડાના લોકોને નદી કાંઠેથી દૂર રહેવા અને માલઢોર દૂર રાખવા તંત્રએ સૂચના આપી હતી. Bhavnagar Shetrunji dam overflowing gates

શેત્રુંજી ડેમ

ABOUT THE AUTHOR

...view details