ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો - Total rainfall of the season in Bhavnagar

ભાવનગરમાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે, બે દિવસ વહેલી સવારના ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાઓ વરસી રહ્યાં છે. શહેરમાં વરસાદી ઝાપટાઓને પગલે જનજીવન પર અસર થઇ છે.

rain
ભાવનગરમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો

By

Published : Sep 25, 2020, 10:53 PM IST

ભાવનગરઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે શુક્રવારે દિવસભર ફરી વરસાદનું આગમન થયું હતું, જો કે શહેર અને જિલ્લામાં શુક્રવારે હળવા ઝાપટાઓ વરસ્યા હતા. વરસાદી ઝાપટાઓના કારણે રોજિંદી કામગીરીમાં લોકોને અસર પહોંચી છે.

ભાવનગરમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો

જિલ્લામાં વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. ભાવનગર તાલુકો અને જિલ્લામાં વરસાદની ટકાવારી જોઈએ તો જિલ્લામાં 139 mm સીઝનના વરસાદ કરતા વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે સૌથી વધુ વરસાદ મહુવા પંથકમાં નોંધાયો છે. જ્યારે ઓછામાં ઓછો તળાજા પંથકમાં નોંધાયો છે.

ભાવનગરમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો

હાલમાં વરસી રહેલા વરસાદને પગલે શિયાળુ પાકની વાવણીમાં તકલીફો જરૂર ઉભી થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details