ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરઃ શ્રાવણમાં આશરે બે ઇંચ વરસાદ, હજૂ 53 ટકા વરસાદની ઘટ - rain in bhavnagar

ભાવનગર શહેર જિલ્લામાં દરિયાકાંઠે બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. જેમાં ભાવનગર-તળાજા સુધી પડેલા ધોધમાર વરસાદમાં 595 mm વરસાદ સામે અત્યાર સુધીમાં 281 mm વરસાદ નોંધાયો છે. જ્યારે હજૂ પણ સીઝનનો 53 ટકા વરસાદ બાકી છે. જો કે શ્રાવણી સરવડા વચ્ચે સારો વરસાદ વરસવા છતાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.

bhavnagar
bhavnagar

By

Published : Jul 29, 2020, 10:58 PM IST

ભાવનગરઃ શહેરમાં મંગળવારે આવેલા વાતાવરણના પલટાને પગલે બફારા અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ભાવનગરમાં જુલાઇન અંતમાં વરસેલા વરસાદ બાદ ગરમીમાંથી રાહત મળી છે અને લોકોએ બફારા અને ગરમીમાં દિવસો વિતાવ્યા બાદ ઠંડકનો આનંદ લીધો છે.

શ્રાવણમાં આશરે બે ઇંચ વરસાદ, હજૂ 53 ટકા વરસાદની ઘટ

બે દિવસથી વરસતા શ્રાવણી સરવડાને પગલે રાહત છે. બુધવાર બપોર બાદ ભાવનાગરમાં મેઘરાજાની પુનઃ પધરામણી થવા પામી છે. શ્રાવણી સરવડાઓ વરસતા રહ્યા છે, બપોર બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પુનઃ ગાજવીજ સાથે ફરી વરસી ગયેલા વરસાદને પગલે લોકોમાં આનંદ છવાયો છે. મેઘરાજાની સવારી નીકળતા ધોધમાર વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

રસ્તા પર પાણી ફરી વળ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળવા પામી છે. મંગળવાર બાદ બુધવારે પણ મેઘરાજાની સવારી ઘણા સમયથી અવિરત કટકે કટકે વરસ્યો હતો. ભાવનગર શહેરમાં બપોર સુધીમાં એક ઇંચ જેવો વરસાદ આશરે નોંધાઇ ચુક્યો છે.

શ્રાવણમાં આશરે બે ઇંચ વરસાદ

મોડી રાતથી બપોર સુધીમાં 14 mm જેવો વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં પણ દરિયાકાંઠે સારો એવો વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં વરસાદની જરૂરિયાત સીઝન પ્રમાણે 689 mmની હોઈ છે, ત્યારે 1 જૂનથી શરૂ થયેલો વરસાદ હાલ 281 mm નોંધાયો છે.

રસ્તા બન્યા સ્વિમિંગ પુલ

અલગ અલગ દિવસોમાં આવેલા સારા વરસાદને કારણે લોકોને બફારામાંથી જરૂર રાહત મળી છે અને લોકોને આશા છે કે, આગામી સીઝનમાં પણ વર્ષનો પૂરો વરસાદ નોંધાય તો પાણી સમસ્યા ઉભી થાય નહીં. ભાવનગરમાં હજૂ સરકારી ચોપડે પણ 50 ટકા વરસાદ નોંધાયો નથી. સરકારી ચોપડે માત્ર 47 ટકા વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details