ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ શરૂ - Gujarat Rain News

ભાવનગરમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જનજીવન પર અસર થઈ છે. રોજબરોજના કામ કરનારાઓને શહેરમાં વરસાદ બાધારૂપ પણ બન્યો છે. વરસાદ સતત શરૂ રહેવાને કારણે અનેક કાર્યોમાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે જિલ્લામાં વરસાદ ખેતી માટે કાચા સોના જેવો સાબિત થયો છે. જિલ્લામાં 595 MM વરસાદની સામે 408 MM વરસાદ નોંધાઇ ચુક્યો છે. જિલ્લામાં વધુ 10 થી 20 ટકા વરસાદ નોંધાવાની સાથે સિઝનનો પૂરો વરસાદ નોંધાઇ જશે.

Slow rains started
ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ શરૂ

By

Published : Aug 14, 2020, 4:52 PM IST

ભાવનગરઃ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના જેવો સાબિત થઇ રહ્યો છે. પરંતુ શહેરમાં વરસાદના કારણે જનજીવન પર અસર થઇ છે.

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ શરૂ

શહેરમાં કામ ધંધા અને વ્યવસાય માટે જનારા લોકોને વરસાદ ત્રણ દિવસથી વિઘ્ન બની રહ્યો છે. શહેરમાં સતત ત્રણ દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વાહન ચાલકોને રસ્તા પર વાહન ચલાવતા બાઇક સ્લીપ થવાનો ડર સતાવી રહ્યો છે. ભાવનગરમાં અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ શરૂ

શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટાઓ અવિરત પણે વરસી રહ્યા છે, જો કે ત્રણ દિવસથી રાત અને વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ધીરે ધીરે વરસેલા 1 ઇંચ વરસાદથી શરૂ થયેલો વરસાદ હજુ થોભવાનું નામ નથી લેતો, વરસાદના કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો જિલ્લામાં ભાવનગર સહિત અન્ય તાલુકામાં વરસાદ ધીમીધારે વરસતા ખેડૂતો માટે કાચા સોના જેવો સાબીત થઇ રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ શરૂ

જિલ્લામાં ચોમાસાની સીઝનનો કુલ 595 MM વરસાદની જરૂર હોઈ છે, ત્યારે 408 MM વરસાદ નોંધાઇ ચુક્યો છે, જોકે ભાવનગર તાલુકામાં 626 MM વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે તાલુકાની જરૂરિયાત 689 MMની છે, ત્યારે હજુ 10 થી 20 ટકા આસપાસ વરસાદની જરૂર છે. શહેરીજનોને સારા વરસાદના કારણે બફારો અને ગરમીમાંથી રાહત મળી હતી.

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ શરૂ

જિલ્લામાં સૌથી ઓછો વરસાદ તળાજા, ઘોઘા અને સિહોર તાલુકામાં છે, જ્યારે અન્ય તાલુકામાં એવરેજ 250 MM કરતા વધુ વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં કુલ વરસાદના આંકડા જોઈએ તો આશરે 187 MM વરસાદ હજુ બાકી છે. ઓગસ્ટ માસ ચાલતો હોય અને આગામી દિવસોમાં ઓગસ્ટ માસના અંત સુધીમાં સિઝનનો પૂરો વરસાદ નોંધાય તો જિલ્લામાં જગતના તાતની જરૂરિયાત પૂર્ણ થઈ જાય તેમ છે.

ABOUT THE AUTHOR

...view details