ભાવનગર: ભારતના જ્યોતિષશાસ્ત્ર (Indian astrology predictions 2022)માં ગ્રહોનું ખૂબ મહત્વ રહેલું છે. જ્ઞાનના કારક ગુરુએ આજે 13 તારીખે પોતાની સ્વરાશી મીનમાં પ્રવેશ (jupiter enters pisces) કર્યો છે. આ સાથે રાહુ પણ એપ્રિલમાં અને શનિ પણ એપ્રિલ અંતમાં પોતાની રાશી બદલશે (Rahu Shani Transit In 2022). ભારતના જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશીમાં દરેક લોકો આવી જાય છે અને 9 ગ્રહો દરેક જીવો પર પોતાનો પ્રભાવ પાડે છે. આ ગ્રહો ફરતા રહે છે જેને ગોચરકહેવામાં આવે છે.
દેશ-વિદેશ પર પણ થશે અસર-રાશી બદલતા ગ્રહો રાશી પ્રમાણે (planet transit in zodiac sign) ફળ આપે છે. દરેક રાશિના સ્વામી પણ ગ્રહો છે. જેમાં શત્રુ પણ છે, મિત્ર પણ છે અને સમાન પણ ગ્રહો છે. આ ગ્રહો હાલમાં પોતાની રાશી બદલશે જેની અસર દરેક માનવીઓ અને દેશ-વિદેશ પર થવાની છે. ગુરુ 13 એપ્રિલ 2022 તો રાહુ 14 એપ્રિલ અને શનિ 29 એપ્રિલે પોતાની રાશી બદલશે.
આ પણ વાંચો:21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના, જાણો તમારી રાશી પર થશે કેવી અસર
3 મોટા ગ્રહ કઈ રાશીમાંથી કઈ રાશીમાં જશે-ગુરુ ગ્રહ જે હાલ સુધી કુંભ રાશીમાં હતા જે જ્ઞાનના કારક છે. કુંભ રાશી શનિની રાશી (zodiac sign of saturn) છે. હવે ગુરુ ગ્રહ કુંભમાંથી આજે 13 તારીખે શનીની રાશિ છોડીને પોતાની સ્વરાશિ એટલે કે મીન રાશીમાં ભ્રમણ કરશે. તો રાહુ ગ્રહ હાલમાં વૃષભ રાશીમાં છે, જે શુક્ર ગ્રહની રાશી છે જેમાંથી હવે રાહુ 14 તારીખે મેષ રાશીમાં આવશે. રાહુ ઊલટું ભ્રમણ (Rahu Reverse Orbit) કરે છે. શનિ ગ્રહ મકર રાશિમાં છે તેમાંથી 29 એપ્રિલે પોતાની કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આમ, 3 મોટા ગ્રહો પોતાનું સ્થાન બદલશે અને જેનો પ્રભાવ દરેક રાશી પર પડશે.