ભાવનગરનું સરટી હોસ્પિટલ ચર્ચામાં
પિતાના મૃત્યુંનો દોષ પુત્રએ હોસ્પિટલ પર ઢોળ્યો
આ બાબતે રાજકારણ ગર્માયું
ભાવનગરનું સરટી હોસ્પિટલ ચર્ચામાં
પિતાના મૃત્યુંનો દોષ પુત્રએ હોસ્પિટલ પર ઢોળ્યો
આ બાબતે રાજકારણ ગર્માયું
ભાવનગર : જિલ્લાની સર ટી હોસ્પિટલમાં સારવારમાં આવતા ઢગલા બંધ દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો ભગવાન સમાન છે ત્યારે કેટલાક મૃત્યુના બનાવો બની રહ્યા છે એવામાં ભગીરથ મકવાણા નામના વ્યક્તિના પિતાનું મૃત્યુ થયું હતું જેના કારણે તેને ટ્વીટર પર મેસેજ મૂકી તંત્ર સામે આંગળી ચીંધી દીધી છે. આ બાબતે ભાજપ કોંગ્રેસના બંને નેતાએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરીને હોસ્પિટલના સત્તા વાળા સામે તપાસ માટે જણાવી દીધું છે જો કે શહેર પ્રમુખ અને વિભાવરીબેન કહી ચુક્યા છે ભાવનગરને બદનામ કરવાનું બંધ કરો.
સર ટી હોસ્પિટલમાં મોત અને બાદમાં ટ્વીટ અને રિપલાયમાં શક્તિસિંહ અને જીતુ વાઘણીનું ટ્વીટ
ભવનગર સર ટી હોસ્પિટલમાં અનેક દર્દીઓ આવી રહ્યા છે પરિવારોના આક્ષેપ વારંવાર હોસ્પિટલના કોરોના વોરિયર્સ સામે કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક કેસ રમેશભાઈ મકવાણાનો સામે આવ્યો છે. રમેશભાઈનો RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેઓ પછી નવા બિલ્ડીંગમાંથી તેમને શિફ્ટ કરવાના હતા એવામાં તેમના મોતના સમાચારથી તેમના પુત્ર ભગીરથ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ભગિરથભાઈએ ટ્વીટ કરીને હોસ્પિટલની બેદરકારી અંગે ટ્વીટ કરી હતી અને પછી રાજકારણ ગર્માયું હતું. શક્તિસિંહ ગોહિલે સરકારને ભીંસમાં લેવા ભગીરથભાઈના ટ્વીટ પર રીપ્લાય આપ્યો અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘણીએ તો કલેકટર સાથે વાતચીત કરી જવાબદારો સામે પગલાં લેવા જણાવ્યું હોવાનું ટ્વીટના રીપ્લાયમાં કહી દીધું છે.
આ પણ વાંચો :સર ટી હોસ્પિટલમાં માઁ અંબાની સ્તુતિ કરાવી દર્દીઓને હિમ્મત અપાઇ
હોસ્પિટલ તંત્ર અને શું કહે છે વિભાવરીબેન દવે અને શહેર પ્રમુખનો જવાબ
ભાવનગર સર ટી હોસ્પિટલમાં 29 તારીખે રમેશભાઈ મકવાણાના મૃત્યુ બાદ ભગિરથભાઈ મકવાણાએ ટ્વીટ કરીને હોસ્પિટલ તંત્ર સામે શંકાની સોય ટાંકી હતી. ભગીરથભાઈના ટ્વીટ પર શક્તિસિંહ અને જીતુભાઇ વાઘણીએ રીપ્લાય આપ્યો હતો. ત્યારે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જતેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે મને ટ્વીટનો મામલો ખબર નથી પણ આપણી પાસે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે એટલે ઓક્સિજનથી કોઈનું મૃત્યુ થયું હોય તેવું નથી તો વિભાવરીબેન દવેને આ બાબતે પૂછતા તેમને શહેર પ્રમુખે જવાબ આપી દીધો છે જ્યારે જીતુભાઇના ટ્વીટ વિશે પૂછતાં વિભાવરીબેને આ મુદ્દે હું કશું નહીં કહું એમ જણાવ્યું હતું. શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે શક્તિસિંહ હકીકત જાણ્યા વગર ભાવનગરને રાષ્ટ્રીય કક્ષાએ બદનામ કરી રહ્યા છે જ્યારે પૂર્વ પ્રમુખે તો પ્રજા હિતમાં ટ્વીટ કરી કહ્યું હતું કે તપાસ થાય તે ઔપચારિક છે પણ સુપ્રિટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટએ સ્પષ્ટ કહ્યું કે ઓક્સિજનથી કોઈનું મૃત્યું થયું નથી.