ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના સાણોદરમાં મતગણતરીના દિવસે થયેલી હત્યાના બનાવમાં પરિવારના વિરોધ બાદ PSI સસ્પેન્ડ - ભાવનગર ક્રાઈમ ન્યૂઝ

ભાવનગરના સાણોદર ગામે મતગણતરી બાદ નિકળેલા વિજય સરઘસમાં અપક્ષ તરીકે ઉભા રહેલા એક મહિલા ઉમેદવારના પતિ દ્વારા સ્થાનિક આધેડની હત્યા કરાઈ હોવાના આક્ષેપો મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસની શંકાસ્પદ કામગીરીને લઈને પરિવારજનોએ ઉગ્ર વિરોધ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. PSIના સસ્પેન્શનની જાહેરાત બાદ પરિવારે મૃતદેહ સ્વિકારવાની તૈયારી દર્શાવી હતી.

ભાવનગરના સાણોદરમાં મતગણતરીના દિવસે થયેલી હત્યાના બનાવમાં પરિવારના વિરોધ બાદ PSI સસ્પેન્ડ
ભાવનગરના સાણોદરમાં મતગણતરીના દિવસે થયેલી હત્યાના બનાવમાં પરિવારના વિરોધ બાદ PSI સસ્પેન્ડ

By

Published : Mar 4, 2021, 7:24 AM IST

Updated : Mar 4, 2021, 3:37 PM IST

  • વિજય સરઘસની આડમાં પિતાની હત્યા કરાઈ હોવાના પુત્રીના આક્ષેપ
  • અપક્ષમાંથી જીતેલા એક મહિલા ઉમેદવારના પતિએ હત્યા કરાવી હોવાના આક્ષેપ
  • હત્યાના સમયે પોલીસ ત્યાં હાજર હોવા છતા કોઈ પગલા કેમ ન લીધા?

ભાવનગર: ગત 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. 2જી માર્ચના રોજ તેના પરિણામ આવી ચૂક્યાં છે. ત્યારે ભાવનગર જિલ્લાના સાણોદર ગામે નિકળેલા એક વિજય સરઘસ દરમિયાન સ્થાનિક રહીશની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે, ઘટનાસ્થળે પોલીસ હોવા છતા પોલીસે કોઈ પગલાં ન ભરતા પરિવારજનોએ જવાબદાર પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એક PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મૃતકના પરિવાર પર પણ હુમલો કરાયો હોવાના આક્ષેપો

ભાવનગરના સાણોદર ગામે ઘોઘા તાલુકાની સણોદર બેઠક પર ગામના મનીષાબેન વનરાજસિંહ ગોહિલ જીત્યા હતા. જીતના જશ્નમાં નીકળેલા સરઘસમાં ગામમાં રહેતા અમરાભાઈ બોરીચા પર અજણાયા શખ્સોએ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે તેમને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં લઈ જવાતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. હત્યાના આ બનાવ બાદ અમરાભાઈની દીકરી નિર્મળાએ મીડિયા સામે ખુલ્લા આક્ષેપ કર્યા હતા કે, સરઘસ નીકળતા તેમના ઘર પર પણ પથ્થરમારો અને બાદમાં પાછળથી જીવલેણ હથિયારો વડે હુમલો કર્યાનું જણાવ્યું હતું. આ તમામ હેરાનગતિ આ ચૂંટણીમાં જ અપક્ષમાંથી જીતેલા ઉમેદવારના પતિ દ્વારા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ તેમની પુત્રી દ્વારા કરવામાં આવ્યા હતા.

PSI સસ્પેન્ડ થતા પરિવારજનો મૃતહેદ સ્વિકારવા આગળ આવ્યા

2 માર્ચે બનેલા હત્યાના બનાવમાં મૃતક અમરાભાઈની દીકરીએ પોલીસ અને જીતેલા ઉમેદવારના પતિ સામે આક્ષેપો કર્યા હતા. તેણીએ સ્થાનિક પોલીસમથકના PSIને અગાઉ રજુઆતો કરવા છતાં પણ પગલાં નહિ ભરાતા જ્યાં સુધી PSI પી. આર. સોલંકી સસ્પેન્ડ નહિ થાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો નિર્ણય લીધો હતો. 3 માર્ચે મોડી સાંજે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ PSI સામે ફરજમા બેદરકારી દાખવવા બદલ પગલાં ભરતા સસ્પેન્ડ કર્યા હતા. PSIને સસ્પેન્ડ કરાતા અંતે પરિવારજનો મૃતદેહ સ્વિકારવા તૈયાર થયા હતા.

આ પણ વાંચો: ઘોઘાના સાણોદર ગામે વિજય સરઘસ દરમિયાન પ્રૌઢની હત્યા

Last Updated : Mar 4, 2021, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details