- ભાવનગરના રાજકુમારી બ્રિજેશ્વરીદેવીનો પ્રયાસ
- વિશ્વ હેરિટેજ ડે નિમિતે બે દિવસના કાર્યક્રમ ઓનલાઇન
- રાજકુમારી બ્રિજેશ્વરીદેવી દ્વારા હેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટી
ભાવનગર: ભાવનગરનું રજવાડુ અખંડ ભારતનો ભાગ બનનાર દેશનું સૌપ્રથમ રાજ્ય હતું. ત્યારે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ભાવનગરની ધરોહરના સંભારણા વાગોળવા અને તેને પ્રજાના હૃદયમાં સ્થાપિત રાખવાનો પ્રયત્ન રાજકુમારી બ્રિજેશ્વરીદેવી દ્વારા નિર્મિતહેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા કરવામાં આવ્યો છે.
ભાવનગર રાજ્યના સ્થાપત્યોના હેરિટેજ દિવસે યાદ
ભાવનગર શહેરની સ્થાપના ઇ.સ 1723માં થઈ હતી હતી. વડવા ગામે પાયો નાખ્યા બાદ શહેરને ભાવનગર નામ આપવામાં આવ્યું હતું. મહારાજા ભાવસિંહજી પહેલા દ્વારા ભાવનગરનો પાયો નાખ્યા બાદ વંશોવખત થતા મહારાજાઓ દ્વારા અનેક સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ અંગ્રેજ શાસન બાદ ભારત સ્વતંત્ર બનતા પ્રથમ રજવાડું ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈને સોંપ્યું હતું. ઇતિહાસના પાને ભાવનગર સ્ટેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું આ પગલું કોતરાઈ ગયું હતું ત્યારે આજે વિશ્વ હેરિટેજ દિવસે ભાવનગર રજવાડાના દિકરીબા રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી રાઓલ દ્વારા બનાવેલી પ્રિઝર્વેશન સોસાયટી અંતર્ગત જુના સ્થાપત્યોની યાદમાં બે દિવસીય કાર્યક્રમોનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે.
બે દિવસની ઓનલાઇન સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજાયા ભાવનગર શહેરમાં આવેલા જુના સ્થાપત્યોમાં જોઈએ તો તખતેશ્વર મહાદેવ, ગંગાદેરી, જસોનાથ મહાદેવ,નિલમબાગ પેલેસ,મંગળ મહેલ, રાજ સમાધિ સ્થળ સહિત અનેક ધરોહર આવેલી છે જેને પગલે હેરિટેજ દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં કુકિંગ,વરચુયલ મેકર,ફોટોગ્રાફી, હેરિટેજ કવિઝ જેવું આયોજન તારીખ 17 અને 18 બે દિવસ કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમની બાદ યોગ,કુકિંગ અને ફોટો મેકર જેવા કાર્યક્રમો ઓનલાઇન યોજવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરના જુના સ્થાપત્યોનો પણ સમાવેશ ખાસ કરવામાં આવ્યો હતો. દરેક કાર્યક્રમમાં ઓનલાઇન લોકોને જોડાવાનું હતું.
ભાવનગરના રાજકુમારી બ્રિજેશ્વરીદેવી ભાવનગરના રાજકુમારી બ્રિજેશ્વરીદેવી