- શાકભાજીના ભાવ 60થી લઇ 150 સુધી પહોંચ્યા
- સફરજન 200, મોસંબી 300થી વધુ, સંતરા 100 રુપિયે કિલો
- વેચાણ કરતા આવક ઓછી થતા ભાવોમાં ઉછાળો
ભાવનગર:હાલ પ્રતિ વર્ષ કરતા વરસાદ ઓછો નોંધાયો છે અને બીજી તરફ વાઇરલ ઇન્ફેક્શનના કારણે લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર થઈ છે, જેના કારણે લોકો ફ્રૂટ્સ લીલા શાકભાજી લેવાનું વધારે પસંદ કરે છે. વેચાણ કરતા આવક ઓછી થતા ભાવોમાં ઉછાળો આવતા ગૃહિણીના બજેટ વેરવિખેર થઈ ગયા છે. હાલ મોંઘવારી ચરમ સીમા પર પહોંચી છે, એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવો સેન્ચુરી વટાવી ચૂક્યા છે. રાંધણ ગેસના ભાવો પણ વધી રહ્યા છે, એવામાં શાકભાજી અને ફળોના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- કઠોળના ભાવમાં 10થી 20રૂપિયાનો વધારો
શાકભાજીના ભાવમાં ઉછાળો
અગાઉ 20થી 30 રૂપિયા કિલો મળતા શાકભાજીના ભાવ 60થી લઇ 150 સુધી પહોંચ્યા છે. લીલા વટાણા અગાઉ 30 માં મળતાં તે હવે 140ની ટોચે પહોંચ્યા છે. ટીંડોળા 100, ગુવાર 60, ડુંગળી 50, બટાકા 30, કોથમરી 80, ફલાવર 80, રીંગણ 40, કોબી, ભીંડા, તુરિયા, આદુ અને મરચા 45થી 50 રૂપિયા થી કિલો મળી રહ્યા છે.
ફળ અને શાકભાજીના ભાવમાં વધારો આ પણ વાંચો- દાદરા નગર હવેલીમાં મહામારીમાં મોંઘવારીનો માર, શાકભાજીના ભાવ આસમાને
ફળોના ભાવ પણ 100ને પાર
ફળોની વાત કરીએ તો શહેરમાં ઋતુ બદલાતા વાઇરલ ઇન્ફેક્શનનો વધારો થતાં લોકો ફળોનો આહાર વધારે પસંદ કરે છે, એમાં પણ મોંઘવારીનો માર જોવા મળે છે. સફરજન 200, મોસંબી 300થી વધુ, સંતરા 100, પપૈયા 100, ચીકુ 100-110 અને દાડમ 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આવનારા સમયમાં જો આવક વધશે તો ભાવ નીતે ઉતરે તેવી આશા સેવાઇ રહી છે.