ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરની મુલાકાતે આવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મહુવા અને ભાવનગર કાર્યક્રમમાં આપશે હાજરી - ભાવનગર કાર્યક્રમ

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) 29 તારીખના રોજ ભાવનગર (Bhavnagar)ની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભાવનગર અને મહુવા (Mahuva)ની મુલાકાત લેશે અને મોરારી બાપૂ (Morari Bapu)ને પણ મળશે. ભાવનગરમાં સરકારી આવાસો (Government Housing)નું લોકાર્પણ પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેશે તેવી સંભાવના છે.

ભાવનગરની મુલાકાતે આવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
ભાવનગરની મુલાકાતે આવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

By

Published : Oct 25, 2021, 9:04 PM IST

  • રાષ્ટ્રપતિ મોરારી બાપુને મળવા 29 તારીખે આવશે ભાવનગર
  • ભાવનગરમાં નવા સરકારી આવાસોનું કરશે લોકાર્પણ
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ હાજર રહી શકે છે

ભાવનગર: ભાવનગર શહેર (Bhavnagar)માં અને સૌરાષ્ટ્રના કાશ્મીર કહેવાતા મહુવાની મુલાકાતે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) આવી રહ્યા છે. આગામી 29 તારીખનો એક દિવસીય કાર્યક્રમ હોવાનું તંત્રના સૂત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરારી બાપુ (Morari Bapu)ની મુલાકાત અને ભાવનગરમાં સરકારી આવાસના લોકાર્પણમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે તેવી શક્યતાઓ છે.

રામનાથ કોવિંદના આગમનને લઇને તાડામાર તૈયારીઓ

ભાવનગરના મહુવામાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ભાવનગરના આંગણે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહેમાન બની રહ્યા છે. આગામી 29 તારીખના રોજ જિલ્લાના મહુવા અને બાદમાં ભાવનગર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે.

રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં થઈ શકે છે ફેરફાર

જો કે તંત્રએ જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિનું આગમન નિશ્ચિત છે, પરંતુ સમયમાં હજુ ફેરફાર થઈ શકે છે, જેથી તંત્રએ સ્પષ્ટ માહિતી પ્રસિદ્ધ કરી નથી પણ મૌખિક વિગતો આપી હતી. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 તારીખે ભાવનગર જિલ્લાના મહુવામાં નવા કોર્ટ બિલ્ડિંગના કાર્યક્રમમાં હાજરી આપવા અને મોરારી બાપુને મળવા માટે પધારી રહ્યા છે.

મોરારી બાપુના ચિત્રકૂટધામમાં લેશે ભોજન

તંત્રમાંથી મળી રહેલી પ્રાથમિક માહિતી પ્રમાણે 29 તારીખે સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને બાદમાં હેલિકોપ્ટર મારફતે મહુવા જવા રવાના થશે, જ્યાં તેઓ 11થી 12 વાગ્યા વચ્ચે તલગાજરડામાં મોરારી બાપુને મળશે અને બાદમાં કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન અને મહુવામાં મોરારી બાપુના ચિત્રકૂટધામમાં મુલાકાત અને ભોજન લઈને સાંજે 4 કલાકે ભાવનગર પરત ફરશે.

ભાવનગરમાં રાષ્ટ્રપતિનો કાર્યક્રમ અને રાત્રી રોકાણ

મહુવાથી 4 કલાકે હેલિકોપ્ટર મારફતે પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શહેરના સુભાષનગર પાસે સ્મશાન નજીક બનાવેલા સરકારી આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. લોકાર્પણના અડધી કલાકના કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ સર્કિટ હાઉસ જશે અને રાત્રી રોકાણ કરીને સવારમાં પરત જવા રવાના થશે. જો કે આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ ઉપસ્થિત રહી શકે છે તેવી હાલ તંત્રના સૂત્રોમાંથી માહિતી મળવા પામી છે.

આ પણ વાંચો: એકાંકી નાટકને પુનઃજીવિત કરનારા ભાવનગરના વિનોદ અમલાણીને શિષ્યો અને ચાહકોએ આપી સ્મરણાંજલિ

આ પણ વાંચો: Bhavnagar Marketing Yard ચાર માસથી વહીવટદાર પર આધારિત, સરકાર ચૂંટણી જાહેર નહિ કરતી હોવાની અટકળો

ABOUT THE AUTHOR

...view details