ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓને અપાયો આખરી ઓપ - Bhavnagar Municipal Corporation Election

ભાવનગર મહાનગરપાલિકાની 13 વૉર્ડની ચૂંટણી માટે તંત્ર દ્વારા 469 બૂથ નક્કી કર્યા છે, ત્યારે કર્મચારીઓની નિમણૂક થઈ ગઈ છે તો તંત્ર દ્વારા પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. SRPની ટુકડીઓ સહિત પોલીસ કાફલો નક્કી કરીને સ્થળ માટે આપી દેવામાં આવ્યા છે, તો સંવેદનશીલ બૂથ પર ખાસ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

bhavnagar
bhavnagar

By

Published : Feb 20, 2021, 5:01 PM IST

  • તંત્ર દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગેની તૈયારીઓને અપાયો આખરી ઓપ
  • 469 બૂથ પર 3 હજારથી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંંગ ઓફિસર સહિતના સ્ટાફ ગોઠવાયો
  • મતદાન મથકો પર કોવિડ 19ની માર્ગદર્શિકાનુ ચુસ્તપણે પાલન થશે

ભાવનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે જે અંતર્ગત 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેમાં ભાવનગર મહાનગરપાલિકામાં 13 વૉર્ડની ચૂંટણી માટે તંત્ર દ્વારા 469 બૂથ નક્કી કર્યા છે, ત્યારે કર્મચારીઓની નિમણૂક થઈ ગઈ છે, તો તંત્ર દ્વારા પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કેટલા બૂથ અને કેટલા કર્મચારી ગોઠવાયા

ભાવનગર શહેરમાં 21 ફેબ્રુઆરીના રોજ ભાવનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત મતદાન યોજાશે. જે ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ મતદારોને મતદાન કરવા અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ અંતર્ગત મહાનગરપાલિકાની ચૂંટણી માટેના 469 મતદાન મથકો પર અંદાજે 3,000 જેટલા લાયકાત મુજબના પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા દરેક મતદાન મથકો પર મહિલા પોલિંગ ઓફિસરની તથા પટાવાળાને લાયકાત અનુસારની વિવિધ ફરજો સોંપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ તાલીમ દરમિયાન કર્મચારીઓ તથા અધિકારીઓની કુશળતા અને અનુભવને ધ્યાને લઇ તે મુજબની ચૂંટણી ફરજો સોંપવામાં આવી છે. મહાનગરપાલિકાના ચૂંટણી મતદાન અંગેની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સુચારૂ સંચાલન કરવા માટે તંત્ર દ્વારા 58 ઝોનલ રૂટ બનાવી તે ઝોનલ રૂટમાં ગેઝેટેડ ઓફિર્સની નિમણૂંક કરવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગેની તૈયારીઓને અપાયો આખરી ઓપ

મતદાનના દિવસે કોરોના મહામારીને લઈ વ્યવસ્થા

મતદાનના દિવસે કોવિડ 19 અંતર્ગત સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેમજ કોઈ સ્ટાફ કે મતદાર કોવિડ 19થી સંક્રમિત ન થાય તેની પૂરતી તકેદારી માટે 486 આરોગ્ય કર્મીઓની નિમણૂંક કરવામાં આવી છે. દરેક મતદાન મથકો પર થર્મલ ગન, ફેસશિલ્ડ, થ્રી-લેયર માસ્ક, હેન્ડ ગ્લોઝ, લિક્વિડ સોપ, સેનિટાઈઝર સ્પ્રે વગેરે જેવા આરોગ્યલક્ષી સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ચોક્કસ અંતરે સર્કલ વગેરે નિશાનીઓ કરવાનું પણ આયોજન કરવામા આવ્યું છે.

ચૂંટણી દરમિયાન પોલીસ વ્યવસ્થા

મતદાન શાંતિમય વાતાવરણમાં યોજાય અને કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકના પરામર્શમાં દરેક મતદાન મથક પર સુનિશ્ચિત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. જ્યારે સંવેદનશીલ મતદાન મથકોની સંવેદનશીલતા ધ્યાને લઇ સિનિયર પોલીસ અધિકારી સાથે અલાયદો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત મતદાન મથકની બહાર અને જાહેર જગ્યાએ સતત પોલીસ પેટ્રોલિંગ શરૂ રાખવા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણીમાં 4 DYSP, 14 PI, 11 PSI, કોન્સ્ટેબલ કક્ષાના 1000 પોલીસ કર્મીઓ, 850- હોમગાર્ડ અને SRPની 5 ટુકડી તૈનાત કરવામાં આવશે.

કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરાઇ

મતદાતાએની સંખ્યાની વિગત

ભાવનગર મહાનગરપાલિકામાં 2015માં 55 ટકા આસપાસ મતદાન નોંધાયું હતું. ત્યારે વિકાસના પંથ પર ચાલતા ભાવનગરમાં 13 વૉર્ડમાં માત્ર 5,15,165 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદાર 2,65,239 અને 2,49,797 સ્ત્રી મતદાર છે, ત્યારે નવા મતદાર 56,366 નોંધાયા છે. સૌથી ઓછા મતદાર વૉર્ડ નંબર 8માં 31,232 છે, જ્યારે સૌથી વધુ મતદાર વૉર્ડ નંબર 4 કરચલિયા પરામાં 46,009 છે. હવે જોઈએ તો એક વૉર્ડમાં 31 હજારથી લઈને 46 હજાર વચ્ચે મતદારો અલગ અલગ વૉર્ડમાં છે. હવે મતદાન કેટલું થાય છે, તેના પર સૌની નજર મંડાયેલી છે

ABOUT THE AUTHOR

...view details