ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા 15 વર્ષ ઉપરના બાળકો માટે વેક્સિનેશન (Child Vaccination In Bhavnagar)ની તૈયારીઓ અને પ્રાથમિક પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. સરકારના દિશાનિર્દેશ હજુ મળ્યા ન હોવાથી એક્શન પ્લાન ઘડવામાં આવ્યો નથી, પરંતુ પ્રાથમિક તૈયારી સીધી શાળાઓ મારફત કરવાની મહાનગરપાલિકાની ગણતરી છે.
ભાવનગરમાં 30 હજારથી 32 હજાર બાળકો
ભાવનગર શહેરમાં પ્રથમ ડોઝ 100 ટકા પૂર્ણ થયા બાદ ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે 15 વર્ષ ઉપરના લોકો માટે વેક્સિનેશન (Corona vaccination in Bhavnagar) શરૂ કરવા આદેશ કર્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ હવે બીજા ડોઝ માટે કમર કસી છે. ભાવનગર મહાનગરપાલિકા 15 વર્ષ ઉપરના બાળકો માટે એક્શન પ્લાન ઘડી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાએ હાલમાં કેન્દ્ર સરકારે 15 વર્ષ ઉપરના બાળકોને વેક્સિનેશન (Child vaccination in India) 3 જાન્યુઆરીથી શરૂ કરવા આદેશ કર્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર.કે. સિંહાએ જણાવ્યું હતું કે, શહેરમાં આશરે 30,000થી લઈને 32,000 બાળકો હશે અને બીજા ગામડામાંથી અહીંયા શહેરમાં અભ્યાસ કરવા આવતા હશે. મહાનગરપાલિકાએ હાલ પ્રાથમિક તૈયારી એ કરી છે કે શાળાઓ સાથે સંપર્ક કરીને સીધું શાળા મારફત (Vaccination in schools in bhavnagar) બાળકોને વેક્સિનેશન કરવું, એટલે કોઈ બાળક બાકી રહે નહીં.
ભાવનગર શહેરમાં વેક્સિનેશન
તેમણે જણાવ્યું કે, હાલમાં સરકારના દિશાનિર્દેશ (guidelines for child vaccination India) મળ્યા નથી પણ મળ્યા બાદ મહાનગરપાલિકા આ દિશામાં કામ કરશે. ત્રીજી લહેરના ભણકારા વચ્ચે પ્રથમ ડોઝ અને બીજા ડોઝના આંકડા પ્રમાણે જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ ડોઝમાં 44 વર્ષ ઉપર 100 ટકા વેક્સિનેશન થયું છે, જેમાં 106.52 ટકા વેક્સિનેશન થયું છે. 4,72,511 લોકોએ વેક્સિનેશન કરાવ્યું છે. જ્યારે બીજા ડોઝમાં 94.09 ટકા વેક્સિનેશન થયું છે, જેમાં 4,17,400 લોકોએ વેક્સિન લીધી છે. બીજા ડોઝમાં સો ટકા વેક્સિનેશન પૂર્ણ કરવામાં ઘણો સમય લાગ્યો છે.