- શહેરમાં સ્ટેશન રોડ, દાણાપીઠ અને વૈશાલી ટોકીઝ પાસે ઢીંચણસમા પાણી ભરાયાં
- પ્રભુદાસ તળાવના મફતનગરમાં પણ પાણી ઘરમાં ઘૂસી ગયાનું સામે આવ્યું
- 2 ઇંચ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખુલી
- ETV BHARAT ટીમ સામે પાણી કાઢવા ગટર સાફ કરી
ભાવનગરઃ ભાવનગર શહેરમાં ગઈકાલ રાત્રિથી શરૂ થયેલો વરસાદ બીજા દિવસે પણ યથાવત રહેતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. સ્ટેશન રોડ,પ્રભુદાસ તળાવ આસપાસના વિસ્તારોમાં ઢીંચણ સુધીના પાણી ભરાવાથી દુકાનો ડૂબી ગઈ હતી, તો ક્યાંક ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં.
વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા બાદ કામગીરી
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની (Bhavnagar corporation) પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઢીંચણ સુધીના ભરાયા હતાં કારણ હતું ગટરો બ્લોક થવાનું. ત્યારે સવાલ મહાનગરપાલિકા સામે ઉભો થાય છે કે પ્રિમોન્સૂન (Pre-monsoon) કામગીરીમાં વપરાયેલા 25 લાખ ક્યાં ગયાં? ETV BHARAT એ પાણી ભરાવાના સ્થળે તપાસ કરતા મહાનગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરી ચાલુ ચોમાસાના વરસાદમાં કરતી નજરે પડતી હતી. જ્યાં ઢીંચણ ઉપરનું પાણી ભરાયું ત્યાં ગટર સાફ કર્યા બાદ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.જેટ મશીનો દ્વારા ગટર સાફ કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો
આ પણ વાંચોઃ ભાવનગરમાં 207 બિલ્ડિંગ ભયજનક : મહાનગરપાલિકા બિલ્ડિંગ સહિત અન્ય ઇમારતો જર્જરિત
વરસાદમાં ભરાયાં પાણી : મોન્સૂનમાં પ્રિમોન્સૂનની કામગીરી કરતું Bhavnagar corporation - વરસાદી પાણીનો ભરાવો
ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar corporation) મોન્સૂનમાં પ્રિમોન્સૂન (Pre-monsoon) કામગીરી કરતી ઝડપાઇ છે. જે વિસ્તારમાં પાણી ભરાય છે તે વિસ્તારમાં લોલંમપોલ છતી થઈ છે. સ્ટેશન રોડ , વૈશાલી ટોકીઝ જેવા વિસ્તારમાં ઢીંચણ સુધી પાણી ભરાયા અને મહાનગરપાલિકા જે કામગીરી પ્રી મોન્સૂનમાં કરવાની હોય તેને મોન્સૂનમાં કરવા દોડી હતી. ગટરોમાં કચરો આવતા જેટ મશીનો દ્વારા ગટર સાફ કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
![વરસાદમાં ભરાયાં પાણી : મોન્સૂનમાં પ્રિમોન્સૂનની કામગીરી કરતું Bhavnagar corporation વરસાદમાં ભરાયાં પાણી : મોન્સૂનમાં પ્રિમોન્સૂનની કામગીરી કરતું ભાવનગર કોર્પોરેશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13209814-thumbnail-3x2-negligence.jpg)
વરસાદમાં ભરાયાં પાણી : મોન્સૂનમાં પ્રિમોન્સૂનની કામગીરી કરતું ભાવનગર કોર્પોરેશન
Last Updated : Sep 29, 2021, 7:31 PM IST