- ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર
- આચારસંહિતા લાગુ થયા બાદ રાજકીય પક્ષોના પોસ્ટર દુર કરાયા
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ચૂંટણી પંચે શરૂ કરી કાર્યવાહી
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગવાથી ચૂંટણી વિભાગે આજથી જાહેરમાં લાગેલા રાજકીય પક્ષોના પોસ્ટરો હટાવવાની શરૂઆત કરી દીધી છે. શહેરમાં ઠેકઠેકાણે લાગેલા પોસ્ટરોને ઉતારી લેવામાં આવ્યા હતા. જેથી આજથી શહેરમાં લોકોને રાજકીય પક્ષોના પોસ્ટર જોવા મળશે નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પંચ સતર્ક બન્યું છે. શહેરમાં લાગેલા વિવિધ રાજકીય પક્ષોના પોસ્ટરો ઉતારવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. જેથી હવે લોકોને રસ્તા પર કોઈ પણ રાજકીય પક્ષના બેનર જોવા મળશે નહીં.
આચાર સંહિતાને પગલે શરૂ કરી કામગીરી