ગુજરાત

gujarat

ETV Bharat / city

આધેડની હત્યા કરનાર મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ - Middle aged man killed in Jamnakund

ભાવનગરની ઇબ્રાહિમ મસ્જિદ પાસે લુખ્ખાગીરી કરતાને ટપારતા (murder case in Bhavnagar) આધેડને છરી માર્યાની ઘટના સામે આવી છે. છરી મારતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં બે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. Middle aged man killed in Jamnakund

આધેડની હત્યા કરનાર મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ
આધેડની હત્યા કરનાર મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ

By

Published : Sep 6, 2022, 3:28 PM IST

ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે. શહેરના રસ્તાઓ કે સોસાયટીઓમાં ચોકમાં બેઠતા લોકો સાથે (murder case in Bhavnagar) ઝગડાઓ અને મારામારીના ભૂતકાળના કિસ્સાઓ સામે છે, ત્યારે ફરી એકવાર ભાવનગરમાં લુખ્ખાગીરી કરતાને ટપારતા આધેડને છરી મારતા મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં આરોપીને પકડીને તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરી દીધી હતી.

આધેડની હત્યા કરનાર મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ

શું હતી ઘટના ભાવનગરના જમનાકુંડના જાફરી સોસાયટીમાં રાત્રિના સમયે મજલીસ ધાર્મિક કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે પ્રભુદાસ તળાવમાં રહેતા અઝરૂદ્દીન ઉર્ફે અજુ બેલીમ અને અઝરુદ્દીનની પત્ની, ઉમંગ જોગી સહિત અજાણ્યા બે શખ્સોએ મળીને પાંચ લોકોએ આધેડ ઉપર ટપારતા હુમલો કર્યો હતો. જેમાં અઝરુદ્દીને આધેડ આશિકઅલીને સાથળના ભાગે છરી મારતા આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા મામલો હત્યામાં પરિણામો હતો. (murder case in Bhavnagar)

આધેડની હત્યા કરનાર મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ

જમનાકુંડ વિસ્તારમાં આધેડ પર હુમલોભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં આવેલી જાફરી સોસાયટીના નાકે ચાર તારીખના રોજ પાંચ જેટલા શખ્સો વારંવાર આવીને રઝકઝ કરતા હતા. રોજ થતી હેરાનગતિથી ત્યાં રહેતા આધેડ આશિકઅલી શબ્બીરઅલી જમાણીએ 4 તારીખે ટપાર્યાં અને ત્યાંથી જતું રહેવાનું કહેતા આધેડ આશિકઅલી પર ઉભેલા પાંચ શખ્સોએ મારામારી કરીને અંતે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત હાલતે આધેડ આશિકઅલીને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં આધેડ આશિકઅલીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

આરોપી

પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ મૃતકના પુત્ર મોહમ્મદહાદીએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં અઝરુદ્દીન અને તેની પત્ની સહિત અજાણ્યા પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જોકે પોલીસે આ આરોપી અજરૂદીન અને તેની પત્નીને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ASP સફિન હસને જણાવ્યું હતું કે આરોપીમાં બે સગીર પણ છે અને કુલ પાંચ આરોપી છે. Bhavnagar Police Murder Case, Middle aged man killed in Jamnakund

ABOUT THE AUTHOR

...view details