ગુજરાત

gujarat

ETV Bharat / city

લઠ્ઠાકાંડમાં ભાગદોડ વધી : હોસ્પિટલમાંથી ભાગી ગયેલા દર્દીને પકડવા પોલીસને મળી સફળતા - treatment in Bhavnagar

બોટાદ લઠ્ઠાકાંડમાં (Botad Latthakand Case) એક બાદ એક લોકો મૃત્યુ નિપજી રહ્યા છે. ત્યારે ગઈકાલે સારવાર માટે આવેલા હોસ્પટિલમાંથી દર્દી ભાગી જતા ભાગદોડ (Death in Lathtakad) મચી ગઈ હતી. જેમાંથી પોલીસે કેટલાક લોકોને પોલીસે પકડી પાડ્યા છે.

લઠ્ઠાકાંડમાં ભાગદોડ વધી : હોસ્પિટલમાંથી ભાગી ગયેલા દર્દીને પકડવા પોલીસને મળી સફળતા
લઠ્ઠાકાંડમાં ભાગદોડ વધી : હોસ્પિટલમાંથી ભાગી ગયેલા દર્દીને પકડવા પોલીસને મળી સફળતા

By

Published : Jul 28, 2022, 1:46 PM IST

ભાવનગર :લઠ્ઠાકાંડમાં કેસમાં સતત મૃત્યુ આંક (Botad Latthakand Case) વધી રહ્યો છે. તો હવે નવી મુશ્કેલી સર્જાણી છે, સારવાર માટે આવેલા દર્દીઓ હોસ્પિટલ છોડીને જતા હોય તેવી માહિતી સામે આવી છે. સારવાર માટે આવેલા દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી જતા પોલીસ દર્દી વચ્ચે ભાગ મિલ્ખા ભાગ જેવી (Death in Lathtakad) સ્થિતિ થઈ છે. ગઈકાલે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાંથી 18 દર્દીઓ જતા રહ્યા હતા. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે દર્દીઓને પોલીસે શોધી કાઢ્યા છે.

18 દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા - બોટાદ લઠ્ઠાકાંડમાં ભોગ (Botad Latthakand) બનેલા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 90 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. અહીં આવેલા દર્દીઓ પૈકી 10 દર્દીને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં છે. જેમાંથી ગઈકાલે 18 દર્દીઓ હોસ્પિટલમાંથી જતા રહ્યા હોવાની વિગતો સામે આવી હતી. હોસ્પિટલ દ્વારા આ દર્દીઓના નામનું લિસ્ટ બનાવી તેઓને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસના હાથ 5 જેટલા દર્દીઓ હાથે લાગી ચૂક્યા છે.

આ પણ વાંચો :લઠ્ઠાકાંડ મામલે 2 SPની બદલી સહિત 5 પોલિસ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

મૃતકોના પોસ્ટમોર્ટમ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા -હાલ હોસ્પિટલમાં દર્દીઓની ડાયાલિસિસથી વધુ રિકવરી થાય છે. હાલ 54 દર્દીનું પ્રથમ ડાયાલિસિસ કરવામાં આવ્યું છે. 10 દર્દીનું સેકન્ડ ડાયાલિસિસ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલની ટીમ 10 ડાયાલિસિસ મશીન સાથે સર.ટી હોસ્પિટલ આવી છે.તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે. હોસ્પિટલના તમામ તબીબી, મેડિકલ વિદ્યાર્થીઓ એક ટીમ બની કામ કર્યું છે.

આ પણ વાંચો :શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!

પોલીસ કામે લાગી -લઠ્ઠાકાંડમાં સૌથી વધુ અસરગ્રસ્તો બોટાદ, બરવાળા અને રાણપુરના લોકો છે. બોટાદ પોલીસે તમામ ટીમો બે દિવસથી કામે લગાડી છે. આ વિશે બોટાદ એસપી ડો.કરણરાજ વાઘેલાએ કહ્યુ કે, હાલ અલગ અલગ ટીમો કામ કરી રહી છે. 5 ટીમો બરવાળા અને 4 ટીમો રાણપુરમાં ગોઠવી છે. અમારી બોટાદની જનતાને અપીલ છે કે, જે પણ લોકો ધ્યાને આવે કે તેમને કે આજુબાજુના કોઈને વોમિટિંગ, અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો સામે આવે. પોલીસે તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ મૂકી છે. CHC સેન્ટર પર એમ્બ્યુલનસો સ્ટેન્ડ બાય છે. કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરો. હજુય કોઈને લક્ષણો દેખાય તો સામે આવે અમે સારવાર કરાવીશું. પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી વ્યસનની ટેવવાળાઓને સંપર્ક શરૂ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details