- ભાવનગર મહાનગરમાં રસ્તાઓની હાલત ગામડાઓથી પણ ખરાબ
- શહેરમાં 991 કિલોમીટરના રોડ આવેલા છે, 90 ટકા રોડ વરસાદમાં ધોવાયા
- મહાનગરપાલિકાને રસ્તા રિપેરિંગની 491 ફરિયાદ મળી
- મહાનગરપાલિકાએ માત્ર દોઢ કરોડ રૂપિયા ખર્ચી થિગડા માર્યા
- મનપાની સ્ટેન્ડિંગમાં લેબોરેટરીના ઠરાવને મંજૂરી તો રસ્તાઓ ચેકીંગના આદેશ
ભાવનગરઃ શહેરમાં 991 કિલોમીટરના રોડ આવેલા છે. ત્યારે આ વખતે વરસાદના કારણે 90 ટકા રસ્તામાં ખાડા પડી ગયા છે. બીજી તરફ મહાનગરપાલિકાએ માત્ર દોઢ કરોડ રૂપિયા ખર્ચીને રસ્તાઓ પર થિગડા મારી સંતોષ માન્યો છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં રસ્તાઓનું ચેકીંગ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. તો લેબોરેટરી રોડ ટેસ્ટિંગ બનાવવાનો ઠરાવ કર્યો છે. તેવામાં વિપક્ષે વાર કર્યો છે કે, લોકોને અત્યારે રોડરસ્તા માટેની લેબોરેટરીની નહીં, પરંતુ આરોગ્ય આરોગ્ય માટેની લેબોરેટરીની જરૂર છે. જોકે, 25 વર્ષના શાસન બાદ જ લેબોરેટરી કેમ યાદ આવી તેવો વિપક્ષ પ્રશ્ન કરી રહ્યું છે.
પોલમપોલઃ ભાવનગરમાં વરસાદના કારણે 90 ટકા રસ્તા બન્યા બિસ્માર, રસ્તા રિપેરિંગની 491 ફરિયાદ આવી, મહાનગરપાલિકાએ માત્ર દોઢ કરોડ ખર્ચી થિગડા માર્યા સરકાર, આરોગ્યની લેબ પહેલા બનાવડાવોઃ વિપક્ષ
શહેરમાં આવેલા રસ્તાઓની ગુણવત્તા સામે વરસાદે સવાલ ઉભો કરી દીધો છે. ચોમાસાના પાછલા વરસાદમાં રસ્તાઓ ભૂક્કો થઈ ગયા છે. મહાનગરપાલિકાને 491થી વધુ રોડની ફરિયાદો મળી છે. આથી સ્ટેન્ડિંગ કમિટીમાં રોડનું ચેકીંગ કરવાનું અને રોડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાનું નક્કી કરી લીધું છે. તો વિપક્ષે પ્રહાર કર્યો છે કે, આરોગ્યની પહેલા લેબ બનાવો રોડમાં થિંગડામાં પણ ભ્રષ્ટાચાર છે
આ પણ વાંચો-High Court એ કરી AMC સામે લાલ આંખઃ શું દર વર્ષે બિસ્માર રસ્તાઓના કારણે લોકો હેરાન થયાં કરે?
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કેમ રોડના ચેકીંગનો નિર્ણય અને લેબોરેટરીની હાકલ
શહેરમાં લબોરેટરી રોડ ટેસ્ટિંગની બનાવવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. આ સિવાય શહેરના રસ્તાઓ પર ફરિયાદના આધારે એક એક રોડનું ટેસ્ટિંગ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુ ધામેલિયાએ જણાવ્યું હતું કે. વરસાદમાં રોડ તૂટવાને પગલે કુલ 491 ફરિયાદો મળી હતી, પરંતુ કુલ રોડ 491 નથી 160ની આસપાસ છે. એટલે કે એક રોડ માટે ત્રણ કે ચાર અરજી છે, જેનું નિરીક્ષણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. રોડ રિપેર કરવામાં આવી રહ્યો છે. હાલ સુધીમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે રોડ રીપેર થયા છે, જેમાં કેટલાક રોડ ગેરેન્ટી પિરિયડમાં છે. તેનું બિલ જેતે એજન્સીને રોડ રીપેર કરી મનપા આપશે. રોડ તૂટવાના વધતા કિસ્સાને પગલે કોમ્પ્યુટર રાઈઝડ મનપા પોતાની લેબોરેટરી બનાવશે. આ લેબમાં ટેસ્ટિંગ સાથે રોડ ટેસ્ટિંગની વીડિયોગ્રાફી થશે. રોડ બને અને રીપેર થાય તેનો કોમ્પ્યુટરમાં ડેટા રહેશે. આ ડેટામાં અધિકારી, કર્મચારી અને કમિશનર કોણ ત્યાં સુધીની માહિતી આવશે.
આરોગ્યને લઈ ખાદ્ય ચીજવસ્તુઓની લેબોરેટરીની પ્રથમ જરૂરિયાત પછી બીજી અને રોડના થિંગડામાં પણ ભ્રષ્ટાચારઃ વિપક્ષ
મહાનગરપાલિકાના એકેએક રોડ ભૂક્કો બોલ્યા છે અને રોડનું ગુણવત્તાની ચર્ચા લોકોના મુખે જોરશોરથી છે. તેવામાં વિપક્ષે પ્રહાર કર્યો છે. કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, 25 વર્ષ રોડમાં કરોડો નાખ્યા અને હવે લેબોરેટરી બનાવવી છે કેમ? આરોગ્ય માટે પહેલા લેબોરેટરીની જરૂરિયાત છે. ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલના રિપોર્ટ બહાર અન્ય શહેરમાં કરાવવામાં આવે છે અને રિપોર્ટ આવે ખાદ્ય ચિજો વેચાઈ જાય અને લોકો આરોગી જાય છે. એટલે પહેલા લેબોરેટરી બનાવો. રોડમાં થિંગડામાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વરસાદમાં તૂટેલા રોડમાં હાલમાં રિપરિંગમાં દોઢ કરોડ ખાલી થિંગડા મારવાના થયા છે. સગાવ્હાલાના ખિસ્સાં ભરવામાં આવી રહ્યા છે
આ પણ વાંચો-રાજકોટમાં કોંગ્રેસે 'ખાડા પૂરો અભિયાન' અંતર્ગત વોર્ડ નં. 12માં ખાડા પૂર્યા
રસ્તા અંગે લેબોરેટરી બનાવવી એ ચૂંટણી એજન્ડા લાગી રહ્યો છેઃ વિપક્ષ
ભાવનગર શહેરમાં કુલ નોંધાયેલા રસ્તાની લંબાઈ જોઈએ તો 991 કિલોમીટર છે. તેમ 320 સિમેન્ટ કોંક્રિટના રસ્તાઓ છે. જ્યારે અન્ય ડામરના રસ્તાઓ છે. અત્યાર સુધી 25 વર્ષથી મહાનગરપાલિકા રોડ ટેસ્ટિંગના લાખો બહાર આપતી રહી અને જરૂરિયાત પ્રથમ પ્રજાના આરોગ્યની છે. તેના બદલે રોડની અચાનક લેબોરેટરી બનાવવાના શાસકના નિર્ણયથી અનેક અટકળો લાગી છે કે શું ક્યાંક ચૂંટણી એજન્ડા તો નથી ને?