ભાવનગર: લોકડાઉનમાં પણ 1980થી શરૂ બુધસભા યથાવત રહી હતી. લોકડાઉનમાં રૂબરૂ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં બુધસભા શરૂ રાખવામાં આવી હતી. હવે અનલોક-3 આવતા માસ્ક અને સેનિટાઇઝરની સાથે કવિઓ એકઠા થવા લાગ્યા છે. અનલોક-2માં 5 સભાઓ યોજાઈ હતી અને કવિઓએ મહામારીમાં કરેલા સર્જનને રૂબરૂ રજૂ કરવાનો પ્રારંભ કર્યો છે.
સોશિયલ મિડિયામાં બુધસભા શરૂ ભાવનગરમાં બુધસભા 1980થી શહેરના શિશુવિહારમાં ચાલે છે. નવા નવા કવિઓની રચનાઓ બુધ સભામાં મુકવામાં આવે છે. હાલ લોકડાઉન પૂર્ણ થવાની સાથે અનલોક-3માં કવિઓની બુધસભા માસ્ક અને સેનિટાઇઝ સાથે પુનઃ શરૂ થઈ છે. કવિઓની રૂબરૂ મુલાકાત થવાથી કવિઓમાં અનોખો આનંદ છે.
સોશિયલ મિડિયામાં બુધસભા શરૂ લોકડાઉનમાં પણ બુધસભાની એક પણ બેઠક સંચાલક દ્વારા પાડવામાં આવી ન હતી. વોટ્સએપમાં ઓનલાઇન બુધસભા શરૂ હતી, પરંતુ પોતાના કંઠે શબ્દોથી પોતાની રચના રજૂ કરવાનો કવિઓ અનોખો લાહવો લે છે.
બુધસભામાં દર બુધવારે સાંજે 6.15 થી 7.30 સુધી યોજાઈ - અનલોક-3માં કવિઓ શું કહી રહ્યા છે જુઓ...
- શિશુવિહારમાં ચાલતી બુધસભામાં દર બુધવારે સાંજે 6.15 થી 7.30 સુધી યોજાય છે
- નવા કવિઓ અને જૂના કવિઓનું મિલન બુધસભામાં થાય છે
- સ્વ. તખ્તસિંહજી પરમાર દ્વારા 1980માં શરૂ કરવામાં આવેલી બુધસભાની બેઠકો 2000 ઉપર પહોંચી છે
- એક પણ બુધસભા આજદિન સુધી બંધ રહી નથી એ સૌથી મોટી વાત છે
સંચાલકો બદલાતા રહ્યા અને નવા કવિઓ આવતા રહ્યા પરંતુ બુધસભા બંધ રહી નથી. લોકડાઉન જેવી સ્થિતિમાં પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી બુધસભા શરૂ રાખવામાં આવી હતી. ઓનલાઇન બુધસભા નિયત સમયે યોજાઈ એટલે એક પણ બેઠક છોડવામાં આવી નહતી.
ભાવનગરમાં બુધસભા 1980 થી શહેરની શિશુવિહારમાં ચાલે શહેરના ચોકમાં ઓટલા પરથી શરૂ થયેલી બુધસભાની બેઠકો આજે પણ શરૂ છે. આ બુધસભાના હાલના સંચાલક કૃપાબેન ઓઝાએ બુધસભાને યથાવત રાખી છે. સોશિયલ મીડિયાના ઉપયોગ બાદ હવે અનલોક-3માં માસ્ક બાંધીને સેનિટાઇઝ દ્વારા પણ શિશુવિહારમાં બુધસભાનો રૂબરૂ પ્રારંભ સાહિત્ય બચાવવા થઈ રહ્યો છે. કવિઓનો ફાળો, નવા કવિઓનું આકર્ષણ વધારે છે. જે સારી નિશાની છે. કૃપાબેન લોકડાઉન બાદ હવે અનલોક-3માં 5 બુધસભા યોજી ચુક્યા છે.
લોકડાઉનમાં ઓનલાઇન અને અનલોક 3માં રૂબરૂ બુધસભા શરૂ 9 જુલાઈને બુધવારે 2079મી બુધસભા શિશુવિહારમાં મળી હતી. બુધસભાના સાંજના સમયમાં દરેક ઇચ્છુક કવિઓ એકબીજા પાસેથી ફોન નંબર મેળવીને બુધસભાના ગ્રુપમાં એડ થાય છે અને બુધસભાના દિવસે પોતાની નવી રચેલી કવિતાઓ, દુહા કે શાયરી કે પછી મુશાયરા મૂકે છે. કૃપાબેન દરેક કવિએ મુકેલી નવી રચનો એક નોટબુકમાં લખે છે અને આમ બુધસભાની પ્રણાલીને લોકડાઉન બાદ અનલોક-3માં પણ યથાવત રાખી રહ્યા છે.
કૃપાબેન અનલોક-2માં પાંચ બુધસભા કરી ચુક્યા છે. 9 જુલાઈના રોજના 2079મી બેઠક યોજી હતી. અનલોકમાં માસ્ક અને સેનિટાઇઝ સાથે બુધસભાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આશરે 40 જેટલા કવિઓ જોડાયેલા છે. તે પૈકી નવા આવતા કવિઓને પણ સ્થાન આપવામાં આવે છે. અનલોક-3માં પણ બુધસભા યથાવત રહી છે.