ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદી ભાવનગર સહિત 3 જિલ્લાના નવા કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ - PM મોદી નવા કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

ભાવનગર શહેરના જવાહર મેદાનમાં વડાપ્રધાનના હસ્તે 6440.39 કરોડના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ (PM Modi will inaugurate and launch new works) કરવામાં આવશે. કલેકટર દ્વારા સ્થળ પર રોજ વિઝીટો અને પ્રધાનો સાથે બેઠકો યોજાઈ રહી છે. જવાહર મેદાનમાં 3 ડોમ નાખવામાં આવી રહ્યા છે. ભાવનગર, અમરેલી અને બોટાદના વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

PM મોદી ભાવનગર સહિત 3 જિલ્લાના નવા કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
PM મોદી ભાવનગર સહિત 3 જિલ્લાના નવા કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

By

Published : Sep 22, 2022, 2:28 PM IST

ભાવનગર : વડાપ્રધાન એક વર્ષના સમય બાદ ભાવનગરના આંગણે પુનઃ આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે 6440.39 કરોડ ઉપરના ખાતમુહૂર્ત અને લોકાર્પણના (PM Modi will inaugurate and launch new works) કામો 3 જિલ્લાના જેમાં અમરેલી,બોટાદ અને ભાવનગરની પ્રજાને અર્પણ કરવાના છે. કલેકટર અને પ્રધાનો રાજ્ય સરકારના રોજ બેઠકો કરી રહ્યા છે. જવાહર મેદાનમાં ડોમ નાખવામાં આવી રહ્યા છે. ત્યારે ખાતમુહૂર્ત ક્યાં અને લોકાર્પણ ક્યાં જાણો.

PM મોદી ભાવનગર સહિત 3 જિલ્લાના નવા કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

વડાપ્રધાનનો કાર્યક્રમ ભાવનગરમાં યોજાશે :ભાવનગર આંગણે વડાપ્રધાન છેલ્લે 19 મેં 2021 માં એરપોર્ટ આવ્યા અને ત્યાંથી તૌકતે વાવાઝોડાનું નિરીક્ષણ કરીને રવાના થયા હતા. 29 સપ્ટેમ્બરે 2022 ના રોજ વડાપ્રધાન ભાવનગર એરપોર્ટ પરથી રોડ શો કરવાના છે. રોડ શોની તૈયારીઓ કરી દેવામાં આવી છે. રોડ શો બાદ વડાપ્રધાન જવાહર મેદાનમાં ત્રણ જિલ્લાના 6440.39 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

જવાહર મેદાનમાં લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવાના સ્થળની સ્થિતિ :ભાવનગરના જવાહર મેદાનમાં સ્થાનિક તંત્ર દ્વારા 3 ડોમ બનાવવામાં આવી રહ્યા છે. બે ડોમની 75 ટકા કામગીરી થઈ ચૂકી છે જ્યારે મુખ્ય સ્ટેજના ડોમનું કામ પુર જોશમાં છે. કલેકટર યોગેશ નિરગુડેની રાહબરી નીચે કામગીરી ચાલી રહી છે. પ્લાન બનાવીને આયોજન કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા, પંચાયત, મામલતદાર કચેરી સહિતના અધિકારીઓ સાથે રાખીને કલેકટર કામને આગળ ધપાવી રહ્યા છે.

કલેક્ટરે ETV Bharatની વાતચીતમાં શુ જણાવ્યું :કલેકટર યોગેશ નિરગુડે જવાહર મેદાન ખાતે ઉપસ્થિત હતા, ત્યારે ETV Bhratએ ખાસ વાતચીત કરી હતી. ખાતમુહૂર્ત અને લોકાર્પણના ક્યાં કામો વિશે સવાલ કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના હસ્તે 29 તારીખે ખાતમુહૂર્ત લોકાર્પણના 6440.39 હજાર કરોડના કામમાં જોઈએ તો ખાતમુહૂર્તમાં એશિયાનું સૌથી મોટું CNG ટર્મિનલ નવાબંદર ભાવનગર ખાતે 4024 કરોડના ખર્ચે બનશે. જેનું વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ સૌજ યોજના ફેજ 9 નું ખાતમુહૂર્ત કરશે તરમજ માઢિયા GIDC 300 કરોડના ખર્ચે થશે તેનું ખાતમુહૂર્ત થશે. જ્યારે લોકાર્પણમાં જોઈએ તો રિઝનલ સાયન્સ સેન્ટર 100 કરોડના ખર્ચે તૈયાર છે તેનું લોકાર્પણ કરશે.

સૌની યોજનાનું 432 કરોડનું જિલ્લાનું કામનું લોકાર્પણ કરશે :આ સાથે સૌની યોજનાનું 432 કરોડનું જિલ્લાનું કામનું લોકાર્પણ કરશે તેમજ અન્ય નાના એસટી બસ સ્ટેન્ડ, ટાઉનહોલ જેવા કામોના લોકાર્પણ કરશે. આ સાથે જિલ્લામાં શરૂ થયેલા ખાનગી કન્ટેનર કમ્પનીનું પણ લોકાર્પણ કરશે. જો કે બોટાદ, અમરેલી જિલ્લાના મળીને કુલ 6440.39 કરોડ ઉપરના વિકાસના કામોનો સમાવેશ થાય છે. બોટાદના 1400 કરોડ ઉપરના તેમજ અમરેલીના 50 કરોડ ઉપરના કામોનો સમાવેશ થયો છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details