ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાની (Municipal Corporation Bhavnagar) 1 જાન્યુઆરીથી (Pink Team In Bhavnagar) રિકવરી ટીમોને ઘરવેરો વર્ષોથી બાકી હોવાથી અને કોમર્શિયલ બાકી હોવાથી તેવા લોકોને ઘરે પહોંચીને નોટિસ આપવી, જપ્તી કરવી અને સિલ મારવા સુધીની કાર્યવાહી સોંપવામાં (Bhavnagar Municipal Corporation recovery teams) આવી છે. 6 મહિલાઓની "PINK TEAM"એ 16 મિલકત માટે સંસ્કાર મંડળ અને કાળિયાબીડ જેવા વિસ્તારમાં પોહચીને કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકાએ મુશ્કેલ કામ રિકવરીમાં મહિલા મોર્ચો આગળ કરતા ઘર્ષણ રોકવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
મહાનગરપાલિકાની ઘરવેરા સહિતના વેરા માટે PINK ટીમ મેદાનમાં
ભાવનગર શહેરમાં ઘરવેરા અને કોમર્શિયલ વેરા માટે મહાનગરપાલિકાએ 25 ટીમો મેદાનમાં રિકવરી માટે ઉતારી છે, ત્યારે મહેકમ અધિકારી દેવાંગીબેનની સાથે અન્ય 5 યુવતી કર્મચારીઓ રિકવરી ટીમમાં જોડાયા છે. આજના પ્રથમ દિવસે PINK ટીમ સંસ્કાર મંડળમાં દુકાનો, ઘરમાં નોટિસો આપી હતી. જપ્તી તેમજ સિલ મારકે સુધીની નોટિસો બજાવી તો ક્યાંક સિલ મારવાની પણ કાર્યવાહી કરી છે.
12 લાખની રિકવરી સોંપવામાં આવી
મહેકમ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને 12 લાખની રિકવરી સોંપવામાં આવી છે જેમાં 16 મિલકતો છે. નોટિસ આપવી, જપ્તી કરવી અને સિલ મારવા સુધીની કામગીરી છે. પિંક ટીમમાં દેવાંગીબેન મહેતા અધિકારી, વૈશાલીબેન મકવાણા, દીપાલી ગલચર, માનસી પંડિત, કાજલ નાકિયા, કોમલ મારું સહિતની કામગીરીમાં જોડાયા હતા.
મહિલાઓ સિલ કે જપતિમાં જાય તો શું ?