- ભાવનગરમાં દેસાઈનગરથી પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો
- અડધો કિલોમીટરમાં આવેલી રેલ્વેની જગ્યા રેલવે આપતું નથી
- પ્રજાને સાંકડી ગલીમાંથી વાહનોને પસાર થતા ટ્રાફિક સમસ્યા સર્જાય
ભાવનગર :શહેરનો પ્રવેશ દ્વાર આખલોલ જકાતનાકા ત્યાંથી શહેરમાં પ્રવેશતા દેસાઈનગરથી પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા બનતો ઓવરબ્રિજ હાલ માથાનો દુ:ખાવો પ્રજા માટે બની ગયો છે. અડધો કિલોમીટરમાં આવેલી રેલ્વેની જગ્યા રેલવે આપતું નથી અને સાંકડી ગલીમાંથી વાહનોને પસાર થતા ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે. સ્થાનિક નેતાઓ અને સાંસદનું ક્યાંક ચાલતું ના હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
પ્રથમ ફલાય ઓવરબ્રિજ પ્રજા માટે માથાનો દુ:ખાવો
ભાવનગરનો પ્રથમ બની રહ્યો ફલાય ઓવરબ્રિજ માથાનો દુ:ખાવો પ્રજા માટે બની ગયો છે. ઓવરબ્રિજ બનતા હજુ બે વર્ષ જેવો સમય થવાનો છે એટલે બે વર્ષ ટ્રાફિક સમસ્યા યથાવત રહેવાની છે. પરંતુ જ્યાં ઓવરબ્રિજ બની રહ્યો છે તેની બન્ને બાજુ અડધો કિલોમીટર જેવી જગ્યા રેલ્વેની છે. જો એ આપવામાં આવે તો સમસ્યા હલ થઈ જાય તેમ છે. પરંતુ ફ્લાય ઓવર મંજૂર કર્યા પહેલાની માંગણી મહાનગરપાલિકા કરતી આવી છે અને હાલમાં પણ કરવા છતાં સ્થાનિક રેલ્વે તંત્રએ નનૈયો ભણી દીધો છે.
આ પણ વાંચો : લોકડાઉન-4માં ગુજરાતના પ્રથમ સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ સૂમસામ, જૂઓ આકાશી દ્રશ્યો...
રોડ વિભાગના અધિકારી અને રેલ્વેના અધિકારીઓ સાથે મિટિંગ થયેલી
ભાવનગરના મેયર પ્રથમ નાગરિક કહેવાય, આ મામલે મેયર કીર્તિબેન દાણીધરીયાને પૂછતાં તેમને જણાવ્યું હતુ કે, "વાટાઘાટો ચાલુ છે અને જમીન મળી પણ જશે. જોકે, રોડ વિભાગના અધિકારી અને રેલ્વેના અધિકારીઓ સાથે મિટિંગ થયેલી છે."
રેલ્વે તંત્ર સાથે વાતચીત કરવામાં આવી છે અને તેમને એક ફોર્મ ભરવાનું કહેલુ