ભાવનગર: શહેરમાં વિકાસના નામે મત લીધા બાદ સારા રસ્તાની વાત થઈ પણ રસ્તા છતાં તૂટ્યા અને ઢોર જેવી પ્રાથમિક સમસ્યા રસ્તા પરથી હલ થઈ નહિ તો હવે લોકો સવાલ કરી રહ્યા છે કે, 22 વર્ષ શાસન આપ્યું તો વિકાસ કોનો થયો કે એક સમસ્યા પણ હલ કરી શક્યા નહી. રસ્તામાં પડતા ખાડા થતા અટકાવી શક્યા નહિ, આવા સવાલો લોકોમાં ઉભા થઈ રહ્યા છે. આજે શહેરના રસ્તા પર નીકળતા લોકોને ઢોરનું ધ્યાન રાખવાનું પછી ખાડાનું પછી માસ્કનું અને છેલ્લે દિમાગમાં લાયસન્સ, પીયૂસી જેવી ચિજોને ધ્યાનમાં લઈને ઘરેથી નીકળવાનું રહે છે. સામાન્ય વ્યક્તિને પોતાના કામ સુધી પહોંચવા ઘરેથી નીકળતા પહેલા બધી બાબતોનો ખ્યાલ રાખીને જવું પડે છે. ત્યારે લોકોમાં હવે સવાલ છે કે, 22 વર્ષના શાસનમાં વિકાસ કોનો થયો ?
ભાવનગર શહેરમાં માસ્ક, લાયસન્સ, પીયૂસી ન હોય તો પોલીસ પકડે અને મસમોટો દંડ ભરવો પડે છે. ત્યારે તંત્ર સામે પ્રશ્ન ઉભો થાય છે કે, જે વાહનોને દંડ ભરવામાં આવે છે, એવા વાહન ચાલકોને બાર મહિના રસ્તા પર અડીંગો જમાવતા ઢોર કેમ નથી દેખાતા. લોકોના હાથ પગ ભાંગવાના અને મૃત્યુ થવાના દાખલા છતાં રોજ ઢોર પકડવાની પીપુડી વગાડતા શાસકો પાસે જવાબ નથી કે, કેમ ઢોર ઓછા થતા નથી. કારણ સ્પષ્ટ છે કે, શાસકો 22 વર્ષથી ભાવનગરના ઢોર બાબતે લોલીપોપ જ આપી રહ્યા છે.
ભાવનગરમાં 22 વર્ષના શાસનમાં વિકાસની વાતો કરતા તંત્ર સામે લોકોએ ઉઠાવ્યા સવાલ - Bhavnagar Municipal Corporation
ભાવનગરમાં રસ્તા અને ઢોરની સમસ્યાને લઇને પ્રજા પરેશાન છે. ત્યારે લોકોનું કહેવું છે કે, વિકાસના નામે મત લીધા બાદ સારા રસ્તાની વાત થઈ હતી, પરંતુ રસ્તા તૂટ્યા અને ઢોર જેવી પ્રાથમિક સમસ્યા રસ્તા પરથી હલ થઈ નહિ તો હવે લોકો સવાલ કરી રહ્યા છે કે, 22 વર્ષ શાસન આપ્યું તો વિકાસ કોનો થયો કે એક સમસ્યા પણ હલ કરી શક્યા નહી.
ભાવનગરના રસ્તા માટે વર્ષે 80 લાખનો ધુમાડો કરવામાં આવ્યો છે. તેમજ રસ્તા પરના ઢોરોની સમસ્યા પણ મહદઅંશે પણ હલ થઈ નથી. ભોગ બનનારા વેરો કેવો લઈ જાવ છો ? તો ઢોર કેમ નથી હટાવતા આવા પ્રશ્ન લોકો કરી રહ્યા છે. પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવે અને વરસાદમાં ખાડા અને ઢોર બંને સમસ્યા એક સાથે ઉભી થાય અને દેકારો થયા બાદ ખાડામાં ધૂળ નાખવામાં આવે પછી પ્રજાની હાલત કફોડી બની છે. એટલે રસ્તા પર ચાલવું જાણે સરહદ પાર જવા સમાન પ્રજાની હાલત થાય છે.
શહેરમાં ઢોરનો ત્રાસ ખાડા અને ધૂળની સમસ્યા ચોમાસામાં ફરજિયાત બની ગઈ છે. વિકાસના નામે મત મેળવી સત્તામાં બેસનારા શાસકોના 22 વર્ષના કાર્યકાળમાં હજુ પણ પ્રજા રસ્તામાં ખાડા, ઢોર, અને રસ્તા પરની ધૂળનો સામનો કરી રહી છે. ત્યારે સવાલ એક જ ઉભો થાય છે કે, 22 વર્ષમાં વિકાસ કોનો થયો ? પ્રાથમિક સમસ્યા કેમ હલ ના થઇ શકી ? કે પછી મતના રાજકારણમાં વિકાસ નામની પીપુડી માત્ર વગાડીને ધોળા દિવસે સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા ?