ગુજરાત

gujarat

ETV Bharat / city

PCOS problems in womens : સ્ત્રી રોગ PCOS પર ગુજરાતમાં પ્રથમ પુસ્તક થશે જાહેર, PCOS શું છે જાણો - Dr Saloni Chauhan dietician from Bhavnagar

સ્ત્રીઓમાં જોવા મળતા પોલીસીસ્ટીક ઓવેરીયન સિન્ડ્રોમ - PCOS (PCOS problems in womens ) વિશે જાણવું સમજવું હોય ત્યારે એ ગુજરાતીમાં જ મળી જાય તો? આ સમસ્યા વિશે સ્ત્રીઓને જાગૃત કરવી આવશ્યક છે ત્યારે ભાવનગરથી આ પ્રકારનું પ્રથમ પુસ્તક (Book about PCOS disease) બહાર આવી રહ્યું છે.

PCOS problems in womens : સ્ત્રી રોગ PCOS પર ગુજરાતમાં પ્રથમ પુસ્તક થશે જાહેર, PCOS શું છે જાણો
PCOS problems in womens : સ્ત્રી રોગ PCOS પર ગુજરાતમાં પ્રથમ પુસ્તક થશે જાહેર, PCOS શું છે જાણો

By

Published : Jun 6, 2022, 8:02 PM IST

ભાવનગર - ગુજરાતમાં આજ દિવસ સુધી કોઈ PCOS રોગ પર પુસ્તક લખવામાં આવ્યું નથી. ભાવનગરના ડો સલોની ચૌહાણે પ્રથમ પુસ્તક (Book about PCOS disease ) લખ્યું છે જેનું લોન્ચિંગ જુલાઈમાં થશે અને તેની પુસ્તકની કિંમત પણ દાન કરી દેવામાં આવશે. સ્ત્રીઓમાં વિશ્વમાં 10 ટકા મહિલાઓમાં આ રોગ ( PCOS problems in womens ) નોંધાયેલો છે. ત્યારે PCOS રોગ છે તે કેવી રીતે મહિલાઓ અને યુવતીઓ જાણી (Symptoms of PCOS disease) શકે છે માટે ETV BHARAT એ ખાસ વાતચીત ડો. સલોની ચૌહાણ સાથે કરી હતી.

પુસ્તકનું લોન્ચિંગ જુલાઈમાં થશે અને તેની પુસ્તકની કિંમત પણ દાન કરી દેવામાં આવશે

વિશ્વમાં 10 ટકા સ્ત્રીઓમાં આ સમસ્યા - PCOS આ એક પ્રકારનો રોગ છે વિશ્વમાં 10 ટકા સ્ત્રીઓમાં ( PCOS problems in womens )આ રોગ નોંધાયેલો છે. PCOS રોગના લક્ષણો શુ છે અને સ્ત્રીઓને સામાન્ય જીવનમાં થતી કેટલીક તકલીફો પાછળ આ PCOS ના લક્ષણો પણ હોઈ શકે છે. ETV BHARAT એ ડો સલોની ચૌહાણ સાથે EXCLUSIVE વાતચીત કરી છે. ગુજરાતીમાં પ્રથમ પુસ્તક (Book about PCOS disease )ડો સલોની ચૌહાણ PCOS ઉપર (Symptoms of PCOS disease) રજૂ કરવા જઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ common health problems faced by women : હળવી સ્વાસ્થ્ય સમસ્યાઓને વણજોઇ કરવી મહિલાઓને પડી શકે છે ભારે

PCOS શું છે અને તેના લક્ષણો શું હોય છે - ભાવનગર શહેરના ડો સલોની ચૌહાણ શહેરના એક માત્ર ડાયટેશીયન છે. ડો સલોની ચૌહાણે PCOS ઉપર ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે PCOS રોગ આજના સ્ત્રીઓમાં હોઈ ( PCOS problems in womens )તો તેને તેનો ખ્યાલ આવતો નથી. સ્ત્રીઓને વાળ ખરવા, શરીર જાડું થવું, ગર્ભ ન રહેવો, માસિક સ્રાવમાં અનિયમિતતા સતત રહેવી અને ખીલ થવા જેવા લક્ષણો PCOS રોગ થવાના સંકેતો છે. હવે PCOS એટલે પોલીસીસ્ટીક ઓવેરીયન સિન્ડ્રોમ. હવે PCOS થવાનું ઠોસ લક્ષણ (Symptoms of PCOS disease) સોનોગ્રાફી મારફત ખ્યાલ આવે છે. અંડાશયમાં ફોલ્લીઓ થવી તેનું ઠોસ લક્ષણ છે.

આ પણ વાંચોઃ PCOS મહિલાઓને વંધ્યત્વ તરફ લઈ જઇ શકે છે

પ્રથમ પુસ્તિકા ગુજરાતીમાં PCOS થશે લોન્ચ - ગુજરાતમાં આજ દિવસ સુધી PCOS ઉપર કોઈ પુસ્તક ગુજરાતીમાં લખવામાં (Book about PCOS disease ) આવ્યું નથી. PCOS ના મુખ્ય કારણ આજદિન સુધી જાહેર નથી થઈ શક્યું. ત્યાંરે ડો સલોની ચૌહાણે જણાવ્યું હતું કે PCOSનુ કોઈ એક મુખ્ય લક્ષણ (Symptoms of PCOS disease) નથી પણ તે હોર્મોન્સથી થતો ( PCOS problems in womens ) રોગ છે. રૂટ કોષમાં થતા ફેરફારથી સમસ્યાઓ ઉભી થાય અને અન્ય રોગ ઉભા થાય છે. ગુજરાતમાં પ્રથમ અમે PCOS શું તે સમજવા માટે ગુજરાતની મહિલાઓને 3 જુલાઈએ આ પુસ્તક લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. પુસ્તકની જે કિંમત આવશે તે રોટરી ફાઉન્ડેશનમાં દાન કરી દેવામાં આવશે. ખાસ કરીને PCOS થવા પાછળ હું પ્લાસ્ટિકને જવાબદાર માનીશ, કારણ કે નાનપણથી બાળકોને આપણે પાણી, લંચ બધું પ્લાસ્ટિકમાં આપીએ છીએ અને પ્લાસ્ટિકમાં BPA હોઈ છે જેથી હોર્મોન્સ પર અસર પડે છે અને PCOS થવાના યોગ પ્રબળ બની જાય છે.

ABOUT THE AUTHOR

...view details