ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં પરષોત્તમ સોલંકીએ સર્કીટ હાઉસ ખાતે મતવિસ્તારનાં લોકપ્રશ્નો અંગે ચર્ચા કરી - bhavnagar circuit house

ઘોઘા-103 મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકીએ શહેરના સર્કીટ હાઉસ ખાતે લોકપ્રશ્નો સાંભળી ખાસ કરીને લોકોને રોજબરોજ આવનજાવન માટેના રસ્તાઓ બાબતના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને તેનો ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

ભાવનગરમાં પરષોત્તમ સોલંકીએ સર્કીટ હાઉસ ખાતે મતવિસ્તારનાં લોકપ્રશ્નો અંગે ચર્ચા કરી
ભાવનગરમાં પરષોત્તમ સોલંકીએ સર્કીટ હાઉસ ખાતે મતવિસ્તારનાં લોકપ્રશ્નો અંગે ચર્ચા કરી

By

Published : Dec 9, 2020, 7:58 PM IST

  • પરષોતમભાઇ સોલંકી દ્વારા મતવિસ્તારનાં લોકપ્રશ્નોની ચર્ચા
  • ભાવનગર ગ્રામ્ય, ઘોઘા તેમજ શિહોર તાલુકાના લોકપ્રશ્નોની રજૂઆત
  • રાજ્ય સરકારમાં રજૂઆત કરી ઝડપથી સમસ્યા દૂર કરવાની આપી ખાતરી
    ભાવનગરમાં પરષોત્તમ સોલંકીએ સર્કીટ હાઉસ ખાતે મતવિસ્તારનાં લોકપ્રશ્નો અંગે ચર્ચા કરી

ભાવનગર: છેલ્લા ઘણા સમયથી રાજ્ય કક્ષાના પ્રધાન તેમજ ભાવનગર ઘોઘા-103 મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકીની તબિયત નાજુક રહેતા ઘોઘા તેમજ તેના મતવિસ્તારમાં આવતા વિસ્તારોની રજૂઆત સાંભળવા તેઓ હાજર રહી શકતા નહોતા, પરંતુ બુધવારે સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્યએ પોતાના મતવિસ્તારની સમસ્યાઓ અંગે લોકપ્રશ્નો સાંભળ્યા હતા.

ભાવનગરમાં પરષોત્તમ સોલંકીએ સર્કીટ હાઉસ ખાતે મતવિસ્તારનાં લોકપ્રશ્નો અંગે ચર્ચા કરી
પરષોત્તમભાઈ સોલંકી સમક્ષ ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રોડ, રસ્તાઓ અંગે રજૂઆત

પરષોતમભાઇ સોલંકીએ ઘોઘા મતવિસ્તાર તેમજ ભાવનગર ગ્રામ્ય અને શિહોર મતવિસ્તારની સમસ્યાઓ અંગે લોકો સાથે રૂબરૂ વાતચીત કરી હતી. જેમાં ખાસ કરીને લોકોએ રોજબરોજ રોજગાર માટે આવન-જાવન કરતા રોડ રસ્તાઓ ખરાબ હોવાના કારણે ઘણી મુશકેલીઓ પડી રહી છે તે બાબતે રજૂઆત કરી હતી. ઘોઘા-ભાવનગર ગ્રામ્ય અને શિહોર મતવિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઇ સોલંકીએ સર્કીટ હાઉસ ખાતે લોકપ્રશ્નો સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે ગ્રામ્યવિસ્તારોમાં રસ્તાઓની હાલત અંગે તેમજ ઘોઘાના પાણીના પ્રશ્નો રાજ્ય સરકાર તેમજ મુખ્યપ્રધાન સાથે ઝડપી નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવશે તેમજ વહેલી તકે પોતાના મતવિસ્તારના રાજમાર્ગોની સ્થિતિમાં સુધાર લાવવાની ખાતરી લોકોને આપવામાં આવી હતી. પરષોતમભાઇ સોલંકી આજે એકાએક લોક પ્રશ્નો સાંભળવા ઉપસ્થિત રહેતા તેમના કાર્યકર્તાઓ તેમજ લોકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details