- ભાવનગરના છેવાડે દીપડાના સગડ મળ્યા
- વનવિભાગે સ્થળની મુલાકાત કરી
- અગાવ પણ આ વિસ્તારમાં દીપડાએ દેખા દિધેલી છે
ભાવનગર: શહેરના છેવાડે આવેલી એક્સેલ કંપની પાછળ આવેલ ખેતરમાં વાછરડું ગાયબ છે અને ખેડૂતને ખેતરમાં દીપડા જેવા પ્રાણીના પંજાના સગડ મળ્યા છે. વનવિભાગે સ્થળની મુલાકાત કરતા દીપડો કે અન્ય જંગલી પ્રાણી હોવાનું જણાવ્યું છે. ચોક્કસ દીપડો હોવાનું સાબિત નથી થયું પણ દીપડો હોવાનું આસપાસની સોસાયટીના રહીશો દ્વારા કોઈએ જોયું હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે અગાવ પણ આ વિસ્તારમાં દીપડાએ દેખા દિધેલી છે.
ભાવનગરના છેવાડે દીપડાનું મારણ અને સગડ મળ્યા
ભાવનગર એક્સેલ કંપની શહેરના પૂર્વ વિસ્તારમાં છેવાડે આવેલી છે. કંપની એક તરફ પાછળ વાડી વિસ્તાર અને બાદમાં કાંટાળી જગ્યા અને તેની પાછળ ખાર વિસ્તાર આવેલો છે. એક્સેલની પાછળ આવેલી વાડીમાં 29 તારીખે રાત્રે દીપડો કે અન્ય જંગલી જનાવર આવી ચડ્યું હતું. વાડીમાં બાંધેલી ગાયો અને વાછરડામાંથી એક વાછરડું ગાયબ હતું. વાડીના માલિકને સવારમાં ખ્યાલ આવતા ખેતરમાં જંગલી પ્રાણીઓના સગડ મળ્યા છે. વન વિભાગ સ્થળની મુલાકાત લઈ ચૂક્યું છે.
દીપડો હોવાનું કેમ કહી શકાય અને શું છે ભય
દીપડો છે એમ એટલે કહેવામાં આવી રહ્યું છે કે એક્સેલની પાછળ ખેતર છે અને એક્સેલની એક તરફ રહેણાંકી એક્સેલ કંપનીની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં કોઈએ દીપડો જોયો હોવાનું કહેતા વાત ફેલાઈ અને દીપડો હોવાના સગડ પણ મળ્યા છે. વનવિભાગ સ્થળ પર જઈ સગડ મેળવી ઘટના સાચી હોવા પર મહોર મારી હતી. દીપડો એક ઓરડી પર પણ ચડ્યો હતો જેને કારણે રાત્રે પતરું તૂટેલું જોવા મળ્યું છે. બે ગાયોને જાળીમાં ખુલ્લી ઓરડીમાં રાખવામાં આવે છે એટલે કદાચ ત્યાં જવાની અટકળ લગાવાઈ છે. જો કે વાડી એટલે ખેતરને એક બાજુ એક્સેલ તો બીજી બાજુ કાંટાળા બાવળોના જંગલ જેવો વિસ્તાર છે, ત્યારે વાડીના મલિક અને એક્સેલ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ઉભો થયો છે.