- ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટ
- 18, 000 માંથી 1,71,000 લીટર ઓક્સિજન માનવ જીંદગી માટે
- વ્યાજબી ભાવે પૂરા પાડવામાં આવે છે સિલિન્ડર
ભાવનગર: શહેર અને જિલ્લામાં આશરે 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે. સામાન્યપણે આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થયેલો ઓક્સિજન રોલિંગ મીલોમાં પૂરો પાડવામાં આવી રહ્યો છે. સિહોર અને અલંગમાં કુલ 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટ છે. દરેક પ્લાન્ટમાં હાલ 24 કલાક પ્લાન્ટ શરૂ રાખીને ઓક્સિજન માગ પ્રમાણે આપવામાં આવે છે.
18 પ્લાન્ટમાં કુલ કેટલું ઉત્પાદન અને શું ભાવ?
સિહોરમાં 6 જેટલા ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે જેમાં રોજના આશરે 800 થી 1000 સિલિન્ડર નીકળી રહ્યા છે. જ્યારે અલંગમાં 12 પ્લાન્ટ આવેલા છે. જેમાં શ્રી રામ ગ્રુપનું સૌથી મોટું સેક્ટર હોવાથી ત્યાં રોજના 108 ટન એટલે 12,000 આસપાસ ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવી રહ્યા છે. આમ સિહોર અને અલંગના પ્લાન્ટના કુલ આશરે 16 થી 17 હજાર સિલિન્ડર ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આમ જોઈએ તો 1,71,000 હજાર લીટર આસપાસ ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે.