ભાવનગર: શહેરમાં કોરોનાને પગલે મુખ્ય બજારો બંધ રખાવવામાં મહાનગરપાલિકા અસમર્થ રહી છે અને ચેમ્બર ઓફ કોમર્સની અપીલ પણ એળે ગઈ છે. ત્યારે અઠવાડિયામાં એક દિવસ મળતી રવિવારી બજાર જાહેરનામું જાહેર કરીને બંધ કરવાનો આદેશ અપાતા ગરીબોના પેટ પર લાત મારી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:નવસારીમાં શાકભાજી માર્કેટ બંધ કરાવતા વેપારીઓ નારાજ
મહાનગરપાલિકાનું રવિવારી બજાર પર ગ્રહણ લાગ્યું
ભાવનગરમાં વર્ષોથી રવિવારે મુખ્ય બજારો બંધ રહેતા હોય છે. જ્યારે ગરીબ લોકો જૂની ચીજ-વસ્તુઓ ખરીદીને તેને રવિવારી બજારમાં ફરીથી વેચતા હોય છે. ત્યારે મહાનગરપાલિકાએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને રવિવારી બજાર પર પ્રતિબંધ મૂકીને ગરીબોના પેટ પર પાટુ માર્યું છે. વોરા બજાર, નારેશ્વર મંદિર રોડ, શેલારશા રોડ અને દાણાપીઠ રોડ પર રવિવારી બજાર ભરાતું હોય છે. બંધના આદેશને પગલે આજે રવિવારી બજારમાં બે ચાર છૂટક ગરીબો ચિઝો વેહચતા જોવા મળ્યા હતા.
ભાવનગરમાં અઠવાડિયામાં 6 દિવસ દુકાનો ખુલ્લી, માત્ર રવિવારે ભરાતું રવિવારી માર્કેટ બંધ મહાનગરપાલિકાની વાહલા દવલાની નીતિમાં ગરીબોનો ભોગ
ભાવનગરના પીરછલ્લા, વોરાબજાર, નારેશ્વર અને ઊંડી વખારમાં બજારો ધમધમતા હોય છે અને લોકોની ભીડ જોવા મળે છે. અઠવાડિયાના 6 દિવસોમાં આ જગ્યાઓ પર ભીડનો માહોલ જોવા મળે છે. એવામાં કડક કાયદો બનાવીને ભીડ ઓછી કરવાને બદલે અઠવાડિયામાં એક દિવસ ભરાતી ગરીબોની રવિવારી બજાર મહાનગરપાલિકાને નડ્યું હોય તેવો આભાસ આવી રહ્યો છે.
આ પણ વાંચો:કોરોનાને કારણે સુરતમાં શનિવારે શાકભાજી માર્કેટ બંધ કરાવ્યું, રવિવારે સેંકડો લોકો ઉમટી પડ્યા
શું છે રવિવારી બજાર અને તે કેમ ભરાય છે?
ભાવનગરના વોરા બજાર, શેલારશા રોડ, સ્ટેશન રોડથી દાણાપીઠ જવાના રસ્તા પર દુકાનો બંધ હોવાથી દુકાન બહાર પાથરણા પાથરીને અથવા લારીમાં જૂની ખરીદેલી ચીજ વસ્તુઓને ફરીથી ગરીબ લોકો વેચતા હોય છે. આ બજારમાં ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, કપડાં વગેરે પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓ રવિવારી બજારમાં મળી રહે છે. મોટી સંખ્યામાં વેપાર કરતા ગરીબોને અઠવાડિયાનો એક દિવસ મળે છે. જેને પણ મહાનગરપાલિકાએ મહામારીમાં ઉભી થેયેલી આર્થિક વિકટ પરિસ્થિતિમાં છીનવી લીધો હોય તેમ ત્યાં વેપાર કરતા લોકોને લાગી રહ્યું છે.