- ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક
- ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 29 તારીખ સુધી મગફળી ન લાવવા આદેશ
- તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવા ભાવનગર આવ્યા
ભાવનગર : માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગે ખેડૂતોને એવા આદેશ થતા હોય કે, ડુંગળીની આવક વધતા આગામી અમુક દિવસ ડુંગળી ન લાવવા જણાવવામાં આવતું હોય છે, પણ વર્ષે ચાલ્યા જતા ચોમાસામાં પાક નિષ્ફળ જવાની ચર્ચા વચ્ચે મગફળીની મબલખ આવક થઈ રહી હોવાથી 3 દિવસ યાર્ડમાં ભરાવો હોવાથી નહીં લાવવા જણાવવામાં આવ્યું છે સાથે તામિલનાડુના વેપારીઓ ખરીદી માટે આવ્યા હોવાથી ખરીદી નીકળી હોવાનું વેપારીઓ માની રહ્યા છે.
ખેડૂતોને 29 ઓક્ટોબર સુધી મગફળી ન લાવવાનો આદેશ
હાલમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલતી સામાન્ય હરાજીમાં મગફળીનો ભરાવો થઈ ચૂક્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આમ તો ડુંગળી આવતા ભરાવો થતા ડુંગળી લાવવાની મનાઈ કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષનું ચોમાસામાં ભારે વરસાદ અને મગફળીના પાકને ભારે નુકસાનની વાતો વચ્ચે મગફળીની વ્યાપક આવક થઇ રહી છે. ભાવનગર યાર્ડમાં 5 હજાર ગુણી કરતા વધુ ગુણીની આવક થઈ રહી છે. આ સાથે મંગળવારથી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી ન લાવવા આદેશ કર્યો છે. 3 દિવસ સુધી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી એટલે 29 તારીખ સુધી ન લાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે.