ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર જિલ્લામાં માત્ર 38 ટકા વેક્સિનેશન થયું - ભાવનગરના સમાચાર

દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં ત્રીજી લહેર દસ્તક આપી ચુકી છે. ભાવનગરમાં વેક્સિનેશન માત્ર 38 ટકા થયું છે અને 12 ગામ એવા છે જ્યા સંપૂર્ણ વેક્સિનેશન થઇ ગયું છે.જિલ્લામાં વેકસિનેશન માટેની ટ્રેન ખૂબ ધીમી ગતિએ દોડી રહી છે. જિલ્લામાં માત્ર 38 ટકા વેકસિનેશન (vaccination) કરવામાં આવ્યું છે. 687 માંથી 12 ગામ સંપૂર્ણ વેકસિનેટેડ થયા પણ તેમાં 8 ગામ કોંગ્રેસ ધારાસભ્ય મત વિસ્તારના છે. જાગૃતિ ભાજપ કરતા કોંગ્રેસ મત વિસ્તારમાં જોવા મળી છે.

ભાવનગર જિલ્લામાં માત્ર 38 ટકા વેક્સિનેશન થયું
ભાવનગર જિલ્લામાં માત્ર 38 ટકા વેક્સિનેશન થયું

By

Published : Jul 30, 2021, 12:13 PM IST

  • ભાવનગરમાં માત્ર 38 ટકા વેક્સિનેશન (vaccination)
  • 12 ગામમાં સંપૂર્ણ વેક્સિનેશન
  • 687 માંથી 12 ગામ સંપૂર્ણ વેકસિનેટેડ
  • જિલ્લામાં સૌથી વધુ સંપૂર્ણ વેકસિનેટેડ ગામ કોંગ્રેસ ધારાસભ્ય વિસ્તાર તળાજાના

ભાવનગર : શહેર અને જિલ્લામાં વેકસિનેશન માટે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 687 જેટલા ગામડાઓ છે અને વેકસિનેશન માટે જિલ્લામાં 50 ટકા પણ પૂર્ણ કરવામાં આવ્યું નથી. ગામડામાં વેકસિનેશનની જાગૃતી નહિ હોવાથી વેકસિનેશનમાં ગોકળગાય ગતિએ કામ થઈ રહ્યું છે

આ પણ વાંચો : CBSE સહિત 5 રાજ્યોના શિક્ષણ બોર્ડ જાહેર કરશે પરિણામ, જાણો કઈ રીતે જોઈ શકાશે પરિણામ


જિલ્લામાં આશરે 14 લાખની વસ્તીમાં વેકસિનેશનની ધીમી નીતિ

ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ચાલતી લાલીયાવાડીનું પરિણામ સામે આવ્યું છે. વેકસિનનો અભાવ અને ગામડાના લોકોમાં જાગૃતિ અપાવવામાં નેતાઓ અને અધિકારીઓ વામણા સાબિત થઈ રહ્યા છે ત્રીજી લહેરની ટકોર છે. ત્યારે હજુ જિલ્લામાં પ્રથમ ડોઝમાં માત્ર 38 ટકા વેકસિનેશન થયું છે, ત્યારે બીજા ડોઝમાં 31 ટકા વેકસિનેશન થયું છે. જિલ્લાની વસ્તી સામે વેકસિનેશનની માત્રા નહિવત છે અને 70 ટકાથી વધુ લોકો અસુરક્ષિત જરૂર છે.

આ પણ વાંચો :લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા

કેટલા ગામડાઓ અને કેટલા ગામડાઓ સંપૂર્ણ વેકસિનેટેડ થયા

ભાવનગર જિલ્લામાં કુલ વસ્તી 14 લાખ આસપાસ છે અને વેકસિનેશન માટેનો ટાર્ગેટ 18 પ્લસથી લઈને 45 પ્લસ ઉપર કુલ 13,87,772 નો છે અને તેમાંથી વેકસિનેશન પ્રથમ ડોઝમાં 5,29,956 એટલે 38 ટકા થયું છે. જ્યારે બીજા ડોઝમાં 1,64,100 એટલે 31 ટકા વેકસિનેશન થયું છે જ્યારે સંપૂર્ણ વેકસિનેટેડ થયેલા ગામોમાં જોઈએ તો 687માંથી 12 ગામ સંપૂર્ણ વેકસિનેટેડ થયા છે. આ 12 ગામ નીચે પ્રમાણે છે પણ અફસોસની વાત એ છે કે કોંગસના ધારાસભ્યના મત વિસ્તાર તળાજાના ગામ 12 માંથી 8 છે જ્યારે સમગ્ર જિલ્લામાં માત્ર ચાર ગામ છે આમ તો નીચેના 12 ગામ સંપૂર્ણ વેકસિનેટેડ છે.

ક્રમ ગામ તાલુકો
1 ભુતેશ્વર ભાવનગર
2 પિંગળી તળાજા
3 શેવાળીયા તળાજા
4 જળવદર તળાજા
5 બોરલા તળાજા
6 ગઢડા તળાજા
7 સમઢીયાળા તળાજા
8 ત્રાપજ તળાજા
9 ઉમરલા તળાજા
10 હરિપરા મહુવા
11 વડલી મહુવા
12 ઉખરલા સિહોર

ABOUT THE AUTHOR

...view details