ભાવનગર : માર્કેટિંગ યાર્ડમાં માવઠાની અસર એવી તજે છે કે ડુંગળીઓ ભીંજાઈ ગઈ છે. ડુંગળી ભીંજાવાને કારણે બગડવાની પુરી શક્યતાઓ છે. જોકે વિકાસની વાત કરતી ભાજપની બોડી હોવા છતાં ડુંગળીની સાચવણી માટે કોઈ વ્યવસ્થા નથી.
યાર્ડમાં ડુંગળીઓ ભીંજાઈ : વિકાસના નામે મીંડું હોવાથી ડુંગળી માવઠાનો ભોગ બની
ભાવનગરમાં પડેલા માવઠાને લઈ યાર્ડમાં રહેલી ખેડૂતોની ડુંગળી ભીંજાઈ ગઈ છે. યાર્ડમાં આ વર્ષે ડુંગળીની આવક હાલના સમયમાં 1 લાખ ગુણી આસપાસ છે, પરંતુ ઓછા ઉત્પાદનના કારણે આવક 25 હજાર ગુણી છે. માવઠાને પગલે ડુંગળી ભીંજાઈ ગઈ છે. જેથી ડુંગળી બગડવાની શક્યતાઓ રહેલી છે.
etv bharat
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસામાં ડુંગળીનો પાક ફેલ ગયા બાદ શિયાળુ પાકમાં કરેલી ડુંગળી હવે યાર્ડમાં આવતી હોય છે રોજની 20 થી 25 હજાર ડુંગળી આવી રહી છે અને ભાવ પણ ધીરે ધીરે મળવાની શરૂઆત થતા કુદરતે ફરી માર માર્યો છે યાર્ડમાં રહેલી ડુંગળીઓ ભીંજાઈ ગઈ છે અને યાર્ડમાં ભાજપની બોડી વર્ષોથી હોવા છતાં ડુંગળીને સાચવવા માટે કોઈ વ્યવસ્થા નથી. યાર્ડમાં હજારો ટન ડુંગળી બગડી જવાની છે. ડુંગળીનું નુકશાન યાર્ડમાં વેપારી અને ખેડૂત બંનેની લાવેલી યાર્ડની ડુંગળી ભીંજાઈ ગઈ છે.
Last Updated : Mar 5, 2020, 7:48 PM IST