- ભાવનગરમાં જૂની અદાવતમાં શખ્સની હત્યા
- પોલીસે બનાવ બાદ 9 શખ્સોની ધરપકડ કરીને આગળની તપાસ આદરી
- હત્યાના બનાવથી પોલીસ સ્થળ પર દોડી ગઈ ભાવનગરમાં બે જૂથની અથડામણમાં એક શખ્સની હત્યા
ભાવનગર : 12 માર્ચે રાત્રે 2 જૂથની જૂની અદાવતમાં થયેલી અથડામણમાં નવાણિયો શખ્સ ઝપટે ચડી જતા તેને ઇજા થઇ હતી. જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. પોલીસે બનાવ બાદ 9 શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ આદરી હતી. ભાવનગર શહેરમાં 12 માર્ચના કરચલીયાપરા વિસ્તારના અગરિયાવાડના નાકા પાસે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા 2 શખ્સોને ઈજા થઇ હતી. જેમાં 1 શખ્સનું સારવાર દરમિયાન મોત થયું હતુ. હત્યાના બનાવથી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે, જેની હત્યા થઇ તે સમગ્ર ઘટનામાં ક્યાય ન હતો અને નવાણીયા શખ્સનો ભોગ લેવાઈ ગયો હતો. બનાવ બાદ પોલીસે કેટલાક લોકોની હાલ શંકાના આધારે ધરપકડ કરી છે.
આ પણ વાંચો:ભાવનગર: સિહોરના ટાણા વરલ રોડ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા
અજાણ્યા શખ્સોએ ઘરની બહાર નીકળતા કિશોર મકવાણા નામના વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો