ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં બજરંગદાસ બાપાની મઢુલીનો વેરો ભરાયો, વિવાદ વિશે કમિશનરે જણાવી સ્પષ્ટ વાત - ભાવનગર કમિશનર યોગેશ નિર્ગુડે

ભાવનગરમાં બજરંગદાસ બાપાની મઢુલીને વેરાની પહોંચ (Bhavnagar Bajrangdas Madhuli Tax Controversy)આપતા ઢોલ વગાડી આમ આદમી પાર્ટીએ (Bhavnagar AAP) વેરો ભર્યો હતો.આ સમયે ભાજપ ઉપર આકરા પ્રહાર કરી દંભી રાજનીતિ નહીં કરતા હોવાનો આપે આક્ષેપ કર્યો છે.

ભાવનગરમાં બજરંગદાસ બાપાની મઢુલીનો વેરો ભરાયો, વિવાદ વિશે કમિશનરે જણાવી સ્પષ્ટ વાત
ભાવનગરમાં બજરંગદાસ બાપાની મઢુલીનો વેરો ભરાયો, વિવાદ વિશે કમિશનરે જણાવી સ્પષ્ટ વાત

By

Published : May 9, 2022, 7:57 PM IST

ભાવનગર- ભાવનગર શહેરમાં 1800 મંદિરો પાસેથી કેન્દ્ર સરકારની મોદી સરકારની ગાઈડલાઈન મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નીચે યુઝર્સ ચાર્જ લેવામાં આવે છે. ત્યારે ભાવનગરમાં બજરંગદાસ બાપાની મઢુલીને વેરાની પહોચ આપતા ઢોલ વગાડી આમ આદમી પાર્ટીએ વેરો ભરીને ભાજપ ઉપર આકરા પ્રહાર કરી અમે દંભી રાજનીતિ નહીં કરતા હોવાનો આક્ષેપ સાથે પ્રહાર કર્યો છે. ભાવનગર શહેરમાં આનંદનગર આડોડીયાવાસ નજીક બજરંગદાસ બાપાની મઢુલીને મહાનગરપાલિકાએ વેરાની આપેલી પહોંચના (Bhavnagar Bajrangdas Madhuli Tax Controversy)વિરોધમાં આમ આદમી પાર્ટીએ (Bhavnagar AAP) બજરંગદાસ બાપાના ફોટા સાથે રેલી યોજી વેરાની ભરપાઈ કરી ભાજપ સામે પ્રહાર કર્યા છે.

આપે બજરંગદાસ બાપાના ફોટા સાથે રેલી યોજી વેરાની ભરપાઈ કરી

ટેક્સનો વિવાદ શું હતો -ભાવનગર શહેરમાં આવેલા આનંદનગર આડોડીયાવાસ પાસે નજીકમાં બજરંગદાસ બાપાની મઢુલી આવેલી છે. આ મઢુલીને હાલમાં મહાનગરપાલિકાએ ઘરવેરાની પહોંચ જેવી પહોંચ 3030 રૂપિયાની આપવામાં આવતા રામ અને હિન્દુત્વની વાત કરતી ભાજપ સરકાર અને ભાજપ શાસિત મહાનગરપાલિકા સામે આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ (Bhavnagar AAP) ભાજપને માત્ર મતો માટે હિન્દુત્વનું રાજકારણ કરીને સત્તા ભોગવવામાં માનનાર પાર્ટી કહી છે. સત્તા મળ્યા બાદ માત્ર ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો પણ થયા છે.

આ પણ વાંચોઃ ભાવનગરના યુવકે 'રાવણ'માં એવું તે શું જોયું કે તેેની મૂર્તિની પ્રતિષ્ઠા કરી

આમ આદમી પાર્ટીએ ઢોલ વગાડી વેરો ભરપાઈ કર્યો - ભાવનગર શહેરમાં કાળાનાળા ચોકમાંથી રેલી કાઢીને આમ આદમી પાર્ટી (Bhavnagar AAP) ઢોલ વગાડીને બજરંગદાસ બાપાના ફોટા (Bhavnagar Bajrangdas Madhuli Tax Controversy)સાથે મહાનગરપાલિકા સુધી પહોચ્યા હતાં.જોકેે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પણ હાજર ન હતાં. આમ આદમી પાર્ટીએ અંતમાં ઇન્ચાર્જ કમિશનર યોગેશ નિર્ગુડેને (Bhavnagar Commissioner Yogesh Nirgude)મળીને પરચુરણ એક બે રૂપિયાના સિક્કાના 3030 રૂપિયાનો વેરો ભરપાઈ કર્યો હતો. ઉપરના 68 રૂપિયા પણ આમ આદમી પાર્ટીના પ્રમુખ માહિપાલસિંહ ઝાલાએ આપ્યા હતા અને વધતા 32 રૂપિયા લેતા જવા કમિશનરે કહેતા પ્રમુખ માહિપાલસિંહ ઝાલાએ કટાક્ષ કર્યો હતો કે ભાજપ પાર્ટીને ફંડમાં આપી દેજો. આમ બજરંગદાસ બાપાના નામે મહાનગરપાલિકાએ ટેક્સ સ્વીકાર્યો હતો.

મકાનવેરો,પાણી વેરો સહિતમાં રકમ શૂન્ય લખેલી છે

આ પણ વાંચોઃ લાભના લક્ષણ ચાલુ : ચુંટણીને લઈને ભાવનગર મહાનગરપાલિકાએ વિકાસના કામોને આપ્યો વેગ

કમિશનરે શું કરી સ્પષ્ટતા- આમ આદમી પાર્ટી ટેક્સ ભરવા આવતા ઇન્ચાર્જ કમિશનર યોગેશ નિર્ગુડેએ (Bhavnagar Commissioner Yogesh Nirgude)જણાવ્યું હતું કે આવ્યા હતાં એ લોકોને ગેરસમજણ છે. મહાનગરપાલિકાએ આપેલી પહોચને વાંચવામાં આવી નથી. તેમાં મકાનવેરો,પાણી વેરો સહિતમાં રકમ શૂન્ય (Bhavnagar Commissioner Reveal Truth ) લખેલી છે. માત્ર કેન્દ્ર સરકારના નિયમ મુજબ SVM એટલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર્સ ચાર્જ લેવામાં આવ્યો છે. શહેરમાં 1800 જેટલા મંદિર મસ્જિદ છે. દરેકને યુઝર્સ ચાર્જ લેવા પહોંચ આપવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ માહિપાલસિંહે જણાવ્યું હતું કે રામના નામે હિંદુત્વના નામે રાજનીતિ કરી રહી છે. 28 લાખ લોકોની આસ્થા બજરંગદાસ બાપામાં (Bhavnagar Bajrangdas Madhuli Tax Controversy)છે ત્યારે મંદિરોને કોઈ નોટિસ ન મોકલે અમને આપે અમે ભરી દેશું. 1800 મંદિરો છે શહેરમાં તો ભાજપ કમલમ કરોડોનું બનાવી શક્તિ હોય,ભાજપના મેયર ગાડી લઈ શકતા હોય અને નગરસેવકોને એસી નાખી દેતા હોય અને એમના ઘર કરોડોના બનતા હોય તો ભાજપ ન ભરી શકે તો અમે (Bhavnagar AAP) જે મંદિરની ક્ષમતા નહીં હોય તેનો અમે વેરો ભરી આપીશું.
બાઈટ - માહિપાલસિંહ ઝાલા ( પ્રમુખ, આમ આદમી પાર્ટી,ભાવનગર)

ABOUT THE AUTHOR

...view details