ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં એક દિવસમાં કોરોના કેસની સંખ્યા 128 : કુલ 8047 કેસ - case of corona

ભાવનગર શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 13 એપ્રિલના રોજ શહેરના 81 અને જિલ્લામાં 47 એમ કુલ મળીને એક દિવસમાં 128 કેસ આવતા તંત્રમાં ચિંતા વધી છે જો કે રાત્રી કરફ્યૂ હોવા છતાં વધુ ફેર જોવા મળ્યો નથી પણ આગામી દિવસોમાં કેસમાં ઘટાડો નોંધાય તો લોકોને રાહત મળે તેમ છે.

corona
ભાવનગરમાં એક દિવસમાં કોરોના કેસની સંખ્યા 128 : કુલ 8047 કેસ

By

Published : Apr 14, 2021, 12:07 PM IST

Updated : Apr 14, 2021, 7:02 PM IST

  • ભાવનગરમાં કોરોનાનો હાહાકાર
  • એક દિવસમાં સૌથી વધુ 128 કેસો નોંધાયા
  • વધતા કેસોને લઈને તંત્ર ચિંતામાં

ભાવનગર: શહેર સહિત જિલ્લામાં કોરોના કેસો મોટી પ્રમાણમાં સામે આવી રહ્યા છે. 13 એપ્રિલના આવેલા કુલ કેસ 128 છે, જેમાં 81 કેસ શહેરના અને જિલ્લામાં 47 કેસ સામે આવ્યા છે. શહેર જિલ્લામાં કોરોના કેસમાં વધારો જોતા તંત્ર ચિંતામાં મૂકાયું છે. રાત્રી કરફ્યૂછતાં પરિણામ જોઈએ તેવું સામે આવી રહ્યું નથી.

ભાવનગરમાં એક દિવસમાં કોરોના કેસની સંખ્યા 128 : કુલ 8047 કેસ
ભાવનગરનો કોરોના કાળનો સૌથી મોટો આંકડો એક દિવસનો 128 ભાવનગર શહેરમાં રાત્રી કરફ્યૂ છે પણ પરિસ્થિતિમાં ફેર જોવા મળ્યો નથી, કારણ કે ભાવનગરમાં કોરોનાકાળમાં હાલ સુધીમાં એક દિવસનો સૌથી મોટો આંકડો 128 ભાવનગરમા 13 એપ્રિલના રોજ નોંધાયો છે. શહેરમાં એક દિવસના 81 કેસ અને જિલ્લામાં 47 કેસ નોંધાયા છે જેમાં શહેરમાં સ્વસ્થ થવાનો આંકડો 43 અને જિલ્લામાં 7 નો રહ્યો છે. 927 જેટલા દર્દીઓ શહેર જિલ્લાના સારવાર હેઠળ છે આમ જિલ્લાના કુલ દર્દી 8047 નોંધાયા છે.

આ પણ વાંચો :કોરોનાનો હાહાકાર, જામનગર કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 100ના મોત

હોમ આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી

ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હાલમાં જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે મહાનગરપાલિકા અને જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનના બદલે હોમ આઇસોલેશન અને ક્વોરોંટાઇલ જેવી વ્યવસ્થાઓ ઉભી કરાયેલી છે. શહેરમાં હોમ ક્વોરેન્ટાઇન હાલ 1980 જેટલા દર્દીઓ છે તો જિલ્લામાં હોમ ક્વોરેન્ટાઇન 1380 અને હોમ આઇસોલેશન 100 જેટલા દર્દીઓ છે ત્યારે શહેરમાં સર ટી હોસ્પિટલમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ છે.

ભાવનગરમાં એક દિવસમાં કોરોના કેસની સંખ્યા 128 : કુલ 8047 કેસ

આ પણ વાંચો :જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે પાન મસાલાની 12 દુકાનો સીલ

Last Updated : Apr 14, 2021, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details