ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરની જી .એલ.કાકડીયા કોલેજના આચાર્યને NSUI ના ઉપપ્રમુખે માર્યો તમાચો : પ્રવેશ મામલે બબાલ - પ્રવેશ મામલે બબાલ

ભાવનગર શહેરમાં આવેલી જી એલ કાકડીયા કોલેજના આચાર્યને પ્રવેશ મામલે NSUI ઉપપ્રમુખે તમાચો જીકી દઈને ગાળો આપીને ધમકી આપી હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આચાર્ય દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી

ભાવનગરની જી .એલ.કાકડીયા કોલેજના આચાર્યને NSUI ના ઉપપ્રમુખે માર્યો તમાચો : પ્રવેશ મામલે બબાલ
ભાવનગરની જી .એલ.કાકડીયા કોલેજના આચાર્યને NSUI ના ઉપપ્રમુખે માર્યો તમાચો : પ્રવેશ મામલે બબાલ

By

Published : Sep 21, 2021, 12:42 PM IST

  • ભાવનગર જી.એલ.કાકડીયા કોલેજના ઇન્ચાર્જ આચાર્યને NSUI ના ઉપપ્રમુખે તમાચો જીકયો
  • અમિત બાબુભાઇ ગલાણી ઇન્ચાર્જ આચાર્યને ગાળો અને ધમકી પણ આપી
  • જી.એલ.કાકડીયા કોલેજમાં પ્રવેશ મામલે NSUI ઉપપ્રમુખ અને અન્ય લોકો ગયા હતા
  • નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ આચાર્યએ નોંધાવી પોલીસ ફરિયાદ

ભાવનગર: ભાવનગરની જી.એલ.કાકડીયા કોલેજના ઇન્ચાર્જ આચાર્યને NSUIના ઉપપ્રમુખ ગીરીરીજસિંહ વાળાએ તમાચો માર્યો હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પ્રવેશ મામલે આવેલા અને દેકારો કરતા NSUI ઉપપ્રમુખ સહિતના શખ્સો સાથે બોલાચાલી બાદ NSUIના ઉપપ્રમુખે તમાચો જીકી દેતા તેના વિરોધ પોલીસ ફરિયાદ નોંધાતા હોબાળો મચી ગયો હતો.

આ પણ વાંચો :Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 26,115 નવા કેસ નોંધાયા

શુ બન્યો બનાવ અને આચાર્યને તમાચો માર્યો કેમ?

ભાવનગર શહેરમાં આવેલી જી.એલ.કાકડીયા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અમિતભાઇ બાબુભાઇ ગલાણી ઇન્ચાર્જ આચાર્ય છે. અમિતભાઇ સવારમાં નિત્યક્રમ મુજબ સવારે કોલેજ પોહચ્યા હતા. કોલેજમાં ચાલતા બી.એડ વિભાગના કાર્યક્રમમાં હતા. બી.એડ કાર્યક્રમમાં હતા. ત્યારે બપોરે 1 કલાકે પટ્ટાવાળો કોલેજમાં ચાલતા કાર્યક્રમમાં અમિતભાઈને બોલાવવા આવેલો અને કહ્યું હતું કે, તમારા કાર્યાલય પર કેટલાક લોકો દેકારો કરી રહ્યા છે. આથી અમિતભાઇ દોડીને કાર્યાલય પોતાની ઓફીસ તરફ જતા હતા, ત્યારે દાદરામાં NSUIના ઉપપ્રમુખ સામે મળતા અમિતભાઈએ NSUIના ઉપપ્રમુખ ગિરિરાજ સિંહ વાળાને કહ્યું કે તમે દેકારો કરશો તો કેમ પ્રવેશ આપવો. અમિતભાઈએ આટલું કહેતા NSUIના ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા ઉશ્કેરાઇ જતા અમિતભાઈને તમાચો માર્યો અને ગાળો આપી બીભત્સ શબ્દો કહ્યા અને ધમકી આપી હતી. આ બનાવ બાદ અમિતભાઇએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં NSUIના ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા સામે તમાચો મારવો,ગાળો આપવી અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :Kareena Kapoor Khan Birthday: અભિનેત્રી કરીના કપૂર ખાનનો જન્મદિવસ

ABOUT THE AUTHOR

...view details