ભાવનગરઃ હવામાન વિભાગે આજથી ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી (Meteorological Department Forecast for Rain) કરી છે. ત્યારે હવે શહેરમાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે NDRFની ટીમ (NDRF Team at Bhavnagar) તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ 25 રેસ્ક્યૂર સાથે MMFR, CSSR, ફ્લડ વોટર રેસ્ક્યૂ અને અન્ય બચાવ સામગ્રી સાથે ટીમ સજ્જ કરી દેવામાં આવી છે. શહેરના માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.
5 દિવસ વરસાદની આગાહી - સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના (Meteorological Department Forecast for Rain) છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ (NDRF Team at Bhavnagar) મોકલવામાં આવી છે, જે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ અતિભારે વરસાદ દરમિયાન ઊભી થવાની આપાતકાલીન શક્યતાઓને હેન્ડલ કરવા એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ભાવનગરમાં NDRF ટીમનું આગમન - પ્રતિ વર્ષ રાજ્યમાં વિવિધ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ (NDRF Team at Bhavnagar) રાહત અને બચાવ કાર્ય માટે તહેનાત કરવામાં આવે છે. પૂર, વાવાઝોડું, ભૂકંપ સહિતની પરિસ્થિતિમાં આ ટીમ જાનમાલનું સારી રીતે રાહતબચાવ કામગીરી કરે છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડા દરમિયાન NDRFની ટીમે નોંધપાત્ર કામગીરી સૌ કોઈમાં પ્રશંસાપાત્ર બની હતી. ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આગામી પાંચ દિવસમાં પડવાની પ્રબળ સંભાવના (Meteorological Department Forecast for Rain) વ્યક્ત કરી છે.