ભાવનગર:નિલમબાગ સર્કલમાં પ્રફુલ પટેલે કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. ફુલહાર બાદ યોજાયેલા રોડ શોમાં જયંત બોસ્કી અને રેશમાં પટેલ જીપમાં બેસીને રોડ શો(Road Show at Nilambaug Circle) કર્યો હતો. ડીજે સાથે નિલમબાગથી વિજયરાજનગર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો. આ બાદ જન સવાંદનો કાર્યક્રમ(Public awareness program) યોજાયો હતો. પ્રફુલ પટેલે ભાજપ સામે પ્રહારો(NCP leader strikes criticized BJP) તો આપ અને કોંગ્રેસને પણ પ્રહાર કર્યો હતા.
પ્રફુલપટેલનું ચૂંટણી મુદ્દે નિવેદન - ભાવનગર આવેલા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીને પગલે અમે સૌરાષ્ટ્રમાં કામે લાગેલા છીએ. પહેલા અમદાવાદ,બરોડા,સુરત આગળ અમારા કાર્યકરોની આવી રીતે બેઠકો શરૂ થશે. કોરોના સમયમાં અમારા કાર્યકરો જમીન ઉપર કામ કરી રહ્યા હતા. આજે ચૂંટણીને નજરમાં રાખતા એટલું કહેવું છે કે 2017માં બધા વિપક્ષે એક સ્થળે આવી કામ કર્યું હોત તો પરીણામ અલગ થઈ શકે છે. આજે પણ પરિસ્થિતિ એ જ છે લોકોમાં નારાજગી છે મોંઘવારીથી, ખેડૂતો બધા પરેશાન(Farmers in Danger in Gujarat) છે. કોંગ્રેસ મોટો પક્ષ છે અને વ્યવહારિક રીતે સીટો આપવામાં આવે પણ એક થઈ કામ કરવામાં આવે તે જરૂરી છે. અમે બહુ મોટા નથી પણ વ્યવહારિક રીતે ચર્ચા થાય તે જરૂરી છે.
આ પણ વાંચો:Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો
આમ આદમી પાર્ટીને લઈનેપ્રફુલપટેલનો આડેહાથ લીધું - પ્રફુલ પટેલે જણાવ્યું(NCP leader commented ) હતું કે સાંભળ્યું મેં કે મનીષ સીસોદીયા સ્કૂલ આવીને જોઈ ગયા અને ભાજપે પછી બીજી રીતે પ્રચાર કર્યો હતો. શિક્ષણના સ્તર સુધરે(Education improvement in Gujarat) સારી વાત છે પણ શિક્ષણ એક પર રાજનીતિ ના થવી જોઈએ. દિલ્હીમાં ઘણા ફેરફાર આવ્યા છે પણ ગુજરાતમાં અનેક પ્રશ્નો છે બેરોજગારી, મોંઘવારી એટલે એક માત્ર શિક્ષણ પર રાજનીતિ યોગ્ય નથી. અમે ગોવામાં પણ જોયું મોટા પક્ષો આવીને રાજનીતિ કરે છે. મોટા હોર્ડિંગ મૂકે પણ પરિણામ આવે તો કાંઈ મત મળતા નથી. આખરે બધા એક સાથે આવે તે જરૂરી છે.