ભાવનગરહાથીયા નક્ષત્રમાં ભાવનગરમાં નવરાત્રીનાં બીજા નોરતે (Navratri in Bhavnagar) વરૂણદેવ રિજાઈ જતા ખેલૈયાઓ રિસાઈ ગયા હતા. બીજા નોરતે રાત્રે 7 કલાક બાદ મેઘરાજાની એન્ટ્રી થતા સમગ્ર શહેર વરસાદના પાણીમાં તરબતોળ થઈ ગયું હતું. ગરબા રમવા માંગતા ખેલૈયાઓમાં વરસાદને પગલે નિરાશા વ્યાપી ગઈ હતી. પરંતુ બે કલાકમાં વરસાદ થોભી ગયા બાદ શહેરમાં મોડેથી કેટલાક સ્થળો પર ગરબાની રમઝટ બોલી હતી. એક માત્ર અન્ડરબ્રિજ બંધ થતાં હાલાકી પણ લોકોએ ભોગવી હતી. (Bhavnagar rains Underbridge flooded)
બીજા નોરતે મેઘરાજાની એન્ટ્રીભાવનગરમાંધમાકેદાર એન્ટ્રીથી આવેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ગરબી મંડળો પણ પાણીને કારણે ભીંજાઈ જાતા બીજા નોરતે ખેલૈયાઓનો રાસ રમવાનું ટળ્યું હતું. શહેરમાં મોટા થતા કાર્યક્રમોમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાવાને કારણે ગરબા રમવાનું બીજા દિવસે બંધ રહેવાની ચિંતા વ્યાપી ગઈ હતી. આમ બીજા દિવસે મોસમ વિભાગની આગાહી પ્રમાણે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્નરૂપ બન્યા હતા. પરંતુ વરસાદ રાત્રે 7 થી 9 બે કલાક આવતા શહેરમાં ગરબા રમી શકાય તેવા સ્થળો પર રાત્રે ગરબાઓ રમઝટ બોલતા ખેલૈયાઓ ફરી આનંદિત થયા હતા.